Wednesday, May 24, 2023

AMC સ્કૂલ બોર્ડના બેગ અને યુનિફોર્મ ખરીદવાના રૂ. 12.48 કરોડના ટેન્ડરમાં કોન્ટ્રકટરને ફાયદો થાય તેવી શરતો: ગ્યાસુદ્દીન શેખ | Purchase of bags and uniforms of AMC School Board Rs. 12.48 crore tender conditions to benefit contractors: Gyasuddin Shaikh | Times Of Ahmedabad

અમદાવાદ5 કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી દ્વારા સ્કૂલના બાળકો માટે સ્કુલ બેગ હાફ પેન્ટ અને ટીશર્ટ ખરીદવા માટે રૂ. 12.48 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું છે. દરિયાપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આક્ષેપ કર્યો છે કે, સ્કૂલ બોર્ડ દ્વારા આ ટેન્ડરમાં માનીતા કોન્ટ્રાક્ટરોને ફાયદો થાય તે મુજબ ટેન્ડરોમાં શરતો અને મૂકી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ટેન્ડરમાં હવે મ્યુનિસિપલ કોર્પોરેશન જ નહીં પરંતુ, ગુજરાતનો જ અનુભવ માંગવામાં આવ્યો છે. જેથી ટેન્ડરમાં જે પોતાના માનનીતા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવો હોય તેને તેઓ આપી શકે. બજારકિંમત કરતા બેઝ પ્રાઇઝ વધુ રાખવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

ટેન્ડરની પ્રક્રિયા સીવીસીની ગાઇડલાઇન પ્રમાણે જ કરી છે- ડૉ. સુજય મહેતા
ભાજપના સ્કૂલ બોર્ડના ચેરમેન ડૉ. સુજય મહેતાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વિપક્ષ કોંગ્રેસનું કામ વિરોધ કરવાનું છે તો વિરોધ કરી શકે છે પરંતુ, અમે સીવીસીની ગાઈડલાઈન પ્રમાણે જ ટેન્ડર પ્રક્રિયા કરી છે અને તેનું જ અમે પાલન કર્યું છે. દેશની કોઈપણ કંપની આ ટેન્ડરમાં ભાગ લઈ શકે છે. કોઈપણ પ્રકારના કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે થઈને આ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હોય તેવી વાત નથી. જ્યારે સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડૉ.એલ.ડી. દેસાઈએ જણાવ્યું હતું કે, સ્કૂલ બેગ, હાફ પેન્ટ અને ટીશર્ટ માટે ના ટેન્ડરની પ્રક્રિયા સીવીસીની ગાઇડલાઇન પ્રમાણે કર્યું છે. માત્ર ગુજરાતની જ નહીં દેશની કોઈપણ કંપની આમાં ભાગ લઈ શકે છે અને તંદુરસ્ત અમે ટેન્ડર પ્રક્રિયા કરી છે.

સીવીસીની ગાઈડલાઈનના ધજાગરા ઉડાડ્યા
દરિયાપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, રૂ.12.48 કરોડના ટેન્ડરમાં કોન્ટ્રાક્ટરને ફાયદો થાય તે રીતે સીવીસીની ગાઈડલાઈનના ધજાગરા ઉડાડી અને આ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. ત્રણ જેટલા કોન્ટ્રાક્ટરોને ફાયદો થાય તે રીતે આ ટેન્ડર પ્રક્રિયાની શરતો મૂકવામાં આવી છે. ગત વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ માલ સપ્લાય કરવાની શરત મૂકી હતી પરંતુ, આ વખતે તેઓએ માત્ર ગુજરાતના જ અનુભવને માન્ય ગણ્યો છે, જેથી પોતે પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને ક્વોલિફાય કરી શકે છે.

ટેન્ડરને રદ કરી નવેસરથી પ્રક્રિયા કરવા માગ
સ્કુલ બેગ, હાફ પેન્ટ અને ટી-શર્ટમાં લોગો સાથેની કિંમત રાખવામાં આવી છે. જે બજારકિંમત કરતા વધારે બેઝ પ્રાઇઝની કિંમત પ્રતિ નંગ રાખવામાં આવી છે. જેનાથી કોન્ટ્રાક્ટરને ફાયદો થઈ શકે છે. સીવીસીની ગાઈડલાઈન અને રાજ્ય સરકારના નિયમોને નેવે મૂકીને ટેન્ડર કરવામાં આવ્યું છે. વેપારીની તરફેણમાં શરતો કાઢી નાખતા રૂ. 3થી 4 કરોડનો સ્કૂલ બોર્ડને ફાયદો થાય તેમ હોવાથી આ ટેન્ડરને રદ કરી અને નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે તેવી તેઓએ માગ કરી છે.

Related Posts: