સાબરમતી ગાંધી આશ્રમ નવીનીકરણના પ્રોજેક્ટમાં AMCની બાદબાકી, તમામ સત્તા ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ચેરમેનને અપાઈ | Absence of AMC in Sabarmati Gandhi Ashram renovation project, all powers vested in Chairman of Trust's Executive Council | Times Of Ahmedabad

અમદાવાદ9 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ શહેરની ઐતિહાસિક ઓળખ એવા સાબરમતી ગાંધી આશ્રમના નવીનીકરણના પ્રોજેક્ટમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશનની સદંતર બાદબાકી કરવામાં આવી છે. 1200 કરોડના ગાંધી આશ્રમ પ્રોજેક્ટમાં 275 કરોડના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ પાણી અને ગટરના જે કામો હતા તેમાં જરૂરી ફેરફાર કે વહીવટી, સૈદ્ધાંતિક અને નાણાકીય નિર્ણયો એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ચેરમેન કે કૈલાશનાથન દ્વારા લેવામાં આવશે. આજે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં આ તમામ સત્તા સાબરમતી ગાંધી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ચેરમેનને સોંપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.

1200 કરોડના પ્રોજેક્ટની સતા એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ચેરમેનને અપાઈ
શહેરના સાબરમતી ગાંધી આશ્રમ ડેવલપમેન્ટનો 1200 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 275 કરોડના ખર્ચે રોડ પાણી ગટર સહિતની સુવિધાઓ માટે ખર્ચ કરવામાં આવનાર હતો બાકીનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રતિનિધિ તરીકે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ. કે. પટેલની નિમણૂક કરવામાં આવી છે. સાબરમતી ગાંધી આશ્રમ પ્રોજેક્ટમાં પ્લાનિંગમાં થતા ફેરફારો ભવિષ્યમાં સ્થળ સ્થિતિ મુજબ થનારા ફેરકારો તેમજ મંજુર થયેલા પ્લાનિંગ સિવાય વધારાની કરાવવાની કામગીરીની વહીવટી સૈદ્ધાંતિક અને નાણાકીય મંજૂરી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સાબરમતી ગાંધી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ અને આપવાની દરખાસ્ત અને આજે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી દીધી છે.

સમયનો વેડફાટ થયો
​​​​​​​
ટ્રસ્ટનાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ચેરમેન તરીકે રાજ્ય સરકાર દ્વારા કે. કૈલાશનાથનની નિમણૂક કરવામાં આવી છે, જેથી હવે તેઓ દ્વારા આ તમામ નિર્ણયો લેવામાં આવશે. કોર્પોરેશન તંત્ર દ્વારા અત્યાર સુધી આ કામગીરી માટે કમિશનર દ્વારા કોઈપણ મંજૂરી આપવામાં આવતી હતી પરંતુ, આ મંજૂરી આપવામાં સરકારથી મ્યુનિસિપલ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરથી ફરી રાજ્ય સરકારમાં જતા સમયનો વેડફાટ થતો હોવાથી હવે આ સમગ્ર મંજૂરી એક્ઝિક્યુટિવ કાઉન્સિલને આપી દેવામાં આવી છે.

أحدث أقدم