Monday, May 15, 2023

એક હાથે ડ્રાઈવિંગ ને બીજા હાથમાં મોબાઈલ, AMTS ડ્રાઇવરની આમ વાત કરવી લોકોને ભારે પડશે | Driving with one hand and mobile in the other, talking about AMTS driver like this will be hard for people | Times Of Ahmedabad

અમદાવાદ43 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS બસના ચાલકો દ્વારા દારૂ પીને બસ ચલાવી અને બેફામ ડ્રાઇવિંગને લઈ અને જાગૃત નાગરિકો દ્વારા વીડિયો ઉતારી અને વાયરલ કરવામાં આવે છે ત્યારે AMTSનો ડ્રાઇવર ચાલુ બસે એક હાથે ફોન ઉપર વાત કરી અને એક હાથે હાઇ-વે ઉપર બસ ચલાવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બસનો ચાલક પૂરપાટ ઝડપે એક હાથે બસ ચલાવી રહ્યો છે અને એક હાથે ફોન ઉપર વાત કરી રહ્યો છે. બસમાં બેઠેલા જાગૃત નાગરિકે આ વીડિયો ઉતારી અને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે, જેને લઇ AMTS સત્તાધીશો દ્વારા આ વીડિયો મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. જે-તે ડ્રાઇવરની અને કોન્ટ્રાક્ટર કંપની સામે કાર્યવાહી કરવા અંગેની સૂચના પણ આપવામાં આવી છે.

વિજિલન્સ વિભાગ સરપ્રાઈઝ ચેકિંગ શરુ કરશે
AMTS કમિટીના ચેરમેન વલ્લભ પટેલે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થયો છે, તે અમારા સુધી આવ્યો છે. આ મામલે વીડિયો ક્યારનો છે? તેની ખરાઈ કરવામાં આવશે. જે-તે જવાબદાર બસ ડ્રાઇવર અને તેની કંપની સામે પેનલ્ટી સહિતની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં AMTSના વિજિલન્સ વિભાગ દ્વારા હવે અચાનક જ રોડ ઉપર ચેકિંગ શરૂ કરવામાં આવશે.

વલ્લભ પટેલ, AMTS કમિટી ચેરમેન

વલ્લભ પટેલ, AMTS કમિટી ચેરમેન

જાગૃત નાગરિકે વીડિયો ઉતારી વાઈરલ કર્યો
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં AMTS બસનો ચાલક પોતાની બસ પૂરઝડપે હાઇ-વે ઉપર ચલાવી રહ્યો છે. એક હાથે બસ ચલાવે છે અને એક હાથે ફોન ઉપર વાત કરી રહ્યો છે. બસમાં ડ્રાઇવર સીટની પાછળ જ બેઠેલા જાગૃત નાગરિકે આ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 143 રૂટ નંબરની કુબડથલ ગામથી સારંગપુરની બસ હોવાનું જાણવા મળ્યું છે. બસના બેઠેલા લોકોના જીવને આ રીતે બસના ડ્રાઇવરે જોખમમાં મૂક્યો હોવાની માહિતી AMTSના સત્તાધીશો સુધી પહોંચી છે.

બેફામ ડ્રાઈવિંગના કિસ્સા વધ્યા
AMTS બસના ડ્રાઈવરો દ્વારા હવે અવારનવાર બસમાં બેસતા લોકોના જીવને જોખમમાં મૂકવાના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે. બસના ડ્રાઇવરો દ્વારા ચાલુ ફરજ દરમિયાન દારૂ પી અને બસ ચલાવવામાં આવે છે તો ક્યારેક એક હાથે જ બસ ચલાવતા હોય છે. બેફામ ડ્રાઇવિંગ કરે છે તો ક્યારેક ચાલુ બસે તેઓ ફોન ઉપર વાત કરતા હોય છે અને ધ્યાન નથી હોતા ત્યારે અકસ્માત સર્જાવવાના કિસ્સાઓ વધી જતા હોય છે.

Related Posts: