આગ ઝરતી ગરમીથી મુખ પશુ પક્ષીઓ પણ ત્રસ્ત થયા, પ્રાણી સંગ્રહાલયમાં ઠંડક માટેની વ્યવસ્થા કરાઈ | Animals and birds were also affected by the heat of the fire, arrangements were made for cooling in the zoo | Times Of Ahmedabad

સુરત19 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે વ્યવસ્થા - Divya Bhaskar

પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે વ્યવસ્થા

ગરમીની શરૂઆત સાથે સાથે સુરત પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ જેવા કે દીપડા, સિંહ, વાઘ અને રીંછ જેવા પ્રાણીઓને રોજ અપાતા ખોરાકમાં દસ ટકાથી વધુ જેટલો ઘટાડો થયો છે. જોકે, આની સાથે સાથે આ પ્રાણીઓમાં પાણીનો ઉપયોગ વધુ થયો છે. આ પહેલાં ઉનાળો આવતા હતો ત્યારે આવા પ્રાણીઓ એક્ટીવ રહેતા ન હતા અને પીંજરાની ભાગ્યે જ બહાર આવતા અને બહાર આવે તો પણ હવે હિંસક પ્રાણીઓની જગ્યામાં મુકાયેલા કુવારાના કારણે પ્રાણીઓ એક્ટીવ થયાં છે અને બપોરની ગરમીમાં પણ મુલાકાતીઓ તેને જોઇ શકે છે.

ઉનાળામાં પ્રાણીઓ પણ પરેશાન

સુરતના આકાશમાંથી આગ વરસતી હોય તેવી ગરમીના કારણે માણસોની સાથે સાથે પ્રાણીઓ પર પણ તેની અસર જોવા મળી રહી છે. સુરતના પ્રાણી સંગ્રહાલયમાં રાખવામા આવેલા હિંસક પ્રાણી ખોરાકમાં 10% જેટલો ઘટાડો થયો છે. પાણીની માત્રામાં વધારો થયો છે. આ ઉપરાંત આ ગરમીમાંથી બચવા માટે હિંસક જાનવરો સાથે 2 પક્ષીઓના પિંજરામાં પણ કુવારા મુકવામાં આવ્યા જેના કારણે ગરમીમાં સુષુપ્ત અવસ્થામાં રહેતાં પ્રાણી પણ ઠંડીના કારણે એક્ટિવ થયાં છે. જેના વેકેશનમાં પ્રાણી સંગ્રહાલયની મુલાકાત આવે. મુલાકાતીઓને પણ સરળતાથી પ્રાણીઓ જોવા મળી રહ્યાં છે.

ઉનાળામાં પ્રાણીઓ માટે અલયદી વ્યવસ્થા

ડૉ. રાજેશ પટેલ ઝુ સુપ્રિટેન્ડન્ટએ જણાવ્યું કે મે મહિનાની શરૂઆત સાથે જ સુરતમાં આકાશમાંથી આગ ઝરતી ગરમી સતત વધી રહી છે. આ ઉપરાંત સુરત સહિત ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે પણ 38 ડિગ્રીની આસપાસ થઈ ગયું છે અને હવે આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ ઉપર જાય તેવી શક્યતા છે. આ ગરમીની અસર સુરત પાલિકાના પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી રાહત આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સિંહ અને વાઘના પાંજરામાં કૂલર મૂકવામાં આવ્યા છે. ખુલી જગ્યાએ પાણીના ફુવારા પણ મૂકવામાં આવ્યા છે. ઉનાળા દરમિયાન પ્રાણીઓને ખૂબ જ તકલીફ થતી હોય છે તેને માટે અમે અલાયદી વ્યવસ્થા કરી દેતા હોઈએ છીએ.

أحدث أقدم