મુખ્ય આરોપીને બોગસ દસ્તાવેજ બનાવવામાંમદદ કરનાર સિટી સર્વેના પૂર્વ સહિત ત્રણ કર્મચારીઓની ધરપકડ | Arrest of three employees, including a former City Surveyor, who helped the prime accused in creating a bogus document | Times Of Ahmedabad

વડોદરા26 મિનિટ પહેલા

  • કૉપી લિંક
આરોપી રાકેશ ઉપાધ્યાય. - Divya Bhaskar

આરોપી રાકેશ ઉપાધ્યાય.

વડોદરાના દંતેશ્વરમાં 100 કરોડની સરકારી જમીનના ખોટા દસ્તાવેજોના આધારે વ્હાઇટ હાઉસ અને ડુપ્લેક્સ બનાવી દેવાના કૌભાંડમાં મુખ્ય આરોપી સંજય પરમારને બોગસ દસ્તાવેજ બનાવવામાં મદદ કરનાર વડોદરા ક્રાઇમ બ્રાન્ચે શિરસ્તેદાર, મેન્ટેનન્સ સર્વેયર અને નિવૃત જુનીયર કલાર્કની ધરપકડ કરી છે અને કયા કેસમાં ક્રાઇમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે.

લેન્ડ ગ્રેબિંગના કેસમાં અગાઉ સંજયસિંહ પરમાર સહિત 3 આરોપીની ધરપકડ કરાઈ હતી. પોલીસે આ કેસમાં તપાસ કરતાં સીટી સર્વે નં-4ની કચેરી માંજલપુરના જે તે વખતના મેન્ટેન્સ સર્વેયર તુષાર મોદી, શિરસ્તેદાર રાકેશ ઉપાધ્યાય અને નિવૃત જુનીયર કલાર્ક ભગવતીપ્રસાદ લીમ્બચીયાએ દંતેશ્વરની સરકારી જમીનમાં ખેડુત મહીજીભાઈ જીણાભાઈ રાઠોડનું નામ જમીન માલિક તરીકે બતાવીને બોગસ બનાવટી દસ્તાવેજ બનાવવામાં મુખ્ય આરોપીને મદદ કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું જેના આધારે ત્રણેયની અટક કરવામાં આવી હતી.

આરોપી ભગવતી પ્રસાદ લીમ્બાચીયા

આરોપી ભગવતી પ્રસાદ લીમ્બાચીયા

ભવ્ય બંગલો બનાવ્યો હતો

ભૂમાફીયા સંજયસિંહ પરમારે વાઘોડિયા રોડ ડી માર્ટની પાછળ આવેલી 100 કરોડની સરકારી જમીનના બોગસ દસ્તાવેજો ઉભા કરી પોતાનો ભવ્ય બંગલો બનાવી દેવામાં આવ્યો હતો. જે બંગલો વ્હાઇટ હાઉસ નામથી જાણીતો હતો. ઉપરાંત બાકીની જમીનમાં ભવ્ય ડુપ્લેક્ષોની સ્કીમ મૂકી હતી. આ અંગે છેલ્લા કેટલાંક સમયથી કાનૂની કાર્યવાહી ચાલતી હતી. આખરે જિલ્લા કલેક્ટરે સરકારી જમીન પચાવી પાડનાર સંજયસિંહ પરમાર સામે પોલીસ ફરિયાદ કરવા માટે હુકમ કર્યો હતો. અને તે હુકમના આધારે ભૂમાફીયા સંજયસિંહ પરમાર અને તેની પત્ની લક્ષ્મીબહેન સહિત ત્રણ સામે ક્રાઇમ બ્રાંચમાં લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ નોંધાઇ હતી.

આરોપી તુષાર મોદી

આરોપી તુષાર મોદી

ફોર્મ ભરવામાં મદદ કરી

આ લેન્ડ ગ્રેબીગ ફરિયાદમાં અગાઉ સંજયસિંહ પરમાર સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી. તેઓની તપાસમાં સીટી સર્વેમાં નામ દાખલ કરાવવામાં કોર્પોરેશનના કર્મચારીઓએ ફોર્મ F ભરવા માટે વિવિધ ભૂમિકા ભજવી હતી. જેથી ત્રણેય કર્મચારીઓ સોહમ પટેલ, નિર્મલ કંથારીયા અને શનાભાઇ તડવીની ધરપકડ કરવામાં આવી હતી.

Previous Post Next Post