રાજકોટનાં અરવિંદ મણીયાર ક્વાર્ટરને ડિમોલિશનની નોટિસ અપાતા સ્થાનિકોમાં રોષ, આકરા આક્ષેપ કર્યા | Arvind Maniyar quarter of Rajkot, locals are furious after being given a demolition notice, strongly accused the Manpa | Times Of Ahmedabad

રાજકોટ16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટનાં પોષ વિસ્તાર કાલાવડ રોડનાં અરવિંદભાઈ મણીયાર કવાટર્સના રહીશોને મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન અંગેની નોટિસો આપવામાં આવી છે. જેમાં આ ક્વાર્ટર્સનું બાંધકામ ભયજનક હોવાને કારણે તેને તાત્કાલિક ખાલી કરવા જણાવાયું છે. જોકે આ મામલે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. અને જમીનના ભાવ ખૂબ ઊંચકાયા હોવાથી બિલ્ડરને ફાયદો કરાવવા તંત્ર દ્વારા ખોટી રીતે હેરાન કરાઈ રહ્યા હોવાનો આક્ષેપ આ ક્વાર્ટર્સમાં રહેતા લોકોએ લગાવ્યો છે.

સ્થાનિકોને સમજાવવા પહોંચી હતી
પ્રાપ્ત વિગત મુજબ અરવિંદભાઈ મણીયાર ક્વાર્ટર્સમાં મનપા તંત્ર દ્વારા નોટિસ લગાવવામાં આવી છે. નોટિસમાં આ કવાટર્સનું બાંધકામ જુનું હોવાના કારણે ભયજનક બન્યુ હોવાનું જણાવી તાત્કાલિક ક્વાર્ટર ખાલી કરવા આદેશ કરાયો છે. અને મનપાની ટીમો પણ આજે આ અંગે સ્થાનિકોને સમજાવવા પહોંચી હતી. અને તરત ક્વાર્ટર ખાલી કરવાનું જણાવી ટૂંક સમયમાં ડિમોલિશન કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. જેને લઈને આ ક્વાર્ટર્સમાં રહેતા લોકોએ દિવ્યભાસ્કર સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી.

અમને અહીંથી કાઢવાની કોશિશ કરે છે
સંજય લલિતભાઈ રાયચુરા નામના રહીશે જણાવ્યું હતું કે, હું છેલ્લા 35 વર્ષથી અહીં વસવાટ કરું છું. અને મારા બાપ-દાદાનાં નામનો દસ્તાવેજ પણ છે. હાલ આ જમીન કરોડોની થઈ હોવાથી બિલ્ડરો અમને અહીંથી કાઢવાની કોશિશ કરે છે. છેલ્લા 6 વર્ષથી અમે હાઈકોર્ટેમાં આ અંગે લડત કરી રહ્યા છીએ. આ ફ્લેટની સામે તંત્ર અમને 2BHKનાં ફ્લેટ આપે છે જે અમને મંજુર નથી. અમારે 3BHK 950 કાર્પેટનો ફ્લેટ અને લાઈફટાઈમ મેન્ટેનન્સ જોઈએ. બિલ્ડર દ્વારા કોર્પોરેશનને 76 ફ્લેટ આપવામાં આવનાર છે તેનો પણ અમે વિરોધ કરીએ છીએ. અમે 208 ફ્લેટ હોલ્ડરો 4 માળનું બિલ્ડીંગ પણ મેઇન્ટેઇન કરી શક્યા નથી. અને તંત્ર અમને 13 માળના બિલ્ડીંગ આપવા ઈચ્છે છે.

સંજય લલિતભાઈ રાયચુરા

સંજય લલિતભાઈ રાયચુરા

ડિમોલિશન અંગેની નોટિસ અપાઈ
વધુમાં તેમણે જણાવ્યું કે, અમને મનપા દ્વારા કહેવામાં આવ્યું છે કે, બિલ્ડીંગનો સ્ટ્રક્ચર રિપોર્ટ ખરાબ આવ્યો છે. જેમાં આ બિલ્ડીંગ ભયજનક હોવાનું સામે આવ્યું છે. માટે તમારે ખાલી કરવું પડશે. તેમજ ડિમોલિશન કરવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. ત્યારે દસ્તાવેજ વાળા અમારા ક્વાર્ટર્સનો કબ્જો કોર્પોરેશન કઈ રીતે લઈ શકે છે ? સાથે જ આ અંગે રાજકોટનાં પોષ વિસ્તાર કાલાવડ રોડનાં અરવિંદભાઈ મણીયાર કવાટર્સના રહીશોને મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન અંગેની નોટિસો આપવામાં આવી છે. જેમાં આ ક્વાર્ટર્સનું બાંધકામ ભયજનક હોવાને કારણે તેને તાત્કાલિક ખાલી કરવા જણાવાયું છે. જોકે આ મામલે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. અને જમીનના ભાવ ખૂબ ઊંચકાયા હોવાથી બિલ્ડરને ફાયદો કરાવવા તંત્ર દ્વારા ખોટી રીતે હેરાન કરાઈ રહ્યા હોવાનો આક્ષેપ આ ક્વાર્ટર્સમાં રહેતા લોકોએ લગાવ્યો છે.

કાંતાબેન નડિયાપરા

કાંતાબેન નડિયાપરા

90 વર્ષના કરાર ઉપર આપવામાં આવ્યા હતા
તો કાંતાબેન નડિયાપરા નામના મહિલાએ દિવ્યભાસ્કર સમક્ષ જણાવ્યું કે, આ ક્વાર્ટર્સ જે-તે સમયે 90 વર્ષના કરાર ઉપર આપવામાં આવ્યા હતા. ત્યારે સરકારનો આ ક્વાર્ટર્સ પર કોઈ હક્ક નથી. છતાં મનપા તંત્રએ કોઈને જાણ કર્યા વિના બિલ્ડરને આ પ્રોજેકટ સોંપી દીધો છે. આ બાબત ગેરકાયદેસર છે. અને તંત્ર દ્વારા અમારા જેવા નાના માણસોને હેરાન કરવામાં આવી રહ્યા છે. ક્વાર્ટર્સ ખાલી કરીએ તો અમારે રહેવા ક્યાં જવું ? આ મામલે તટસ્થ તપાસ કરી ક્વાર્ટર્સ હોલ્ડરની મુશ્કેલીઓ ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાની માંગ પણ તેમણે કરી છે. પણ તેમણે દર્શાવી હતી.

أحدث أقدم