સ્કૂલો શરૂ થતાં જ સ્કૂલો અને ક્લાસીસોમાં હાજરી ચકાસવામાં આવશે, ડમી વિદ્યાર્થીઓને એડમિશન આપનાર સામે કાર્યવાહી | Attendance of students in schools and classes will be verified as soon as schools start, action will be taken against those giving admission to dummy students | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Attendance Of Students In Schools And Classes Will Be Verified As Soon As Schools Start, Action Will Be Taken Against Those Giving Admission To Dummy Students

અમદાવાદ7 કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાતમાં ડમી સ્કૂલો વધી રહી છે. ધોરણ 11-12 સામાન્યમાં વિદ્યાર્થીઓ સ્કૂલમાં ગેરહાજર રહીને ક્લાસીસમાં હાજર રહે છે. જેના કારણે પરિણામ પર અસર પડી હતી. જેથી અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલ શરૂ થતા જ વિવિધ સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે અને જો કોઇ સ્કૂલ ડમી વિદ્યાર્થીઓને એડમિશન આપશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

ડમી વિદ્યાર્થીઓને એડમિશન આપનાર સામે કાર્યવાહી
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, આગામી દિવસમાં સ્કૂલ શરૂ થતા જ સ્કૂલોમાં તપાસ હાથ ધરવામાં આવશે. વિદ્યાર્થીઓ સ્કૂલમાં ગેરહાજર રહેતા હોય અને ટ્યુશન ક્લાસમાં હાજર રહેતા હોય તો તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રિપોર્ટ બોર્ડને આપવામાં આવશે. ત્યારબાદ બોર્ડ દ્વારા જે આદેશ આવશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ સ્કૂલ પણ ડમી વિદ્યાર્થીઓને એડમિશન આપશે તો સ્કૂલ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

સાયન્સના પરિણામ પર અસર
છેલ્લા કેટલાય સમયથી સ્કૂલોમાં ડમી વિદ્યાર્થીઓ વધી રહ્યા છે. 11 અને 12 સાયન્સમાં આ પ્રકારના સ્કૂલ અને વિદ્યાર્થીઓ વધી રહ્યા છે જેના કારણે સાયન્સના પરિણામ પર અસર પડી રહી છે જેને લઈને હવે DEO કચેરી દ્વારા અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરવવામાં આવશે. સ્કૂલમાં વિદ્યાર્થીઓની હાજરી ચકસવામાં આવશે.

أحدث أقدم