No results found

    વનવિભાગ દ્વારા બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખરનું નિવેદન લેવામાં આવ્યું, હવે ગ્રામજનોના નિવેદન લેવાશે | Bagsara taluka BJP president Pradeep Bhakhar's statement was taken by the forest department, now the statement of the villagers will be taken | Times Of Ahmedabad

    • Gujarati News
    • Local
    • Gujarat
    • Amreli
    • Bagsara Taluka BJP President Pradeep Bhakhar’s Statement Was Taken By The Forest Department, Now The Statement Of The Villagers Will Be Taken

    અમરેલી7 કલાક પહેલા

    • કૉપી લિંક

    અમરેલી જિલ્લામાં બગસરા તાલુકા ભાજપ પ્રદીપ ભાખરનો સિંહ સાથેની સેલ્ફીનો વીડિયો વાઈરલ થયા બાદ હવે વનવિભાગ દ્વારા પ્રદીપ ભાખરને બોલાવી તેનું નિવેદન લેવામાં આવ્યું છે.વનવિભાગની તપાસમાં પ્રદીપ ભાખરનો વીડિયો ધારીના દેવળા ગામ નજીક 66 કેવી રેવન્યુ વિસ્તારનો અને 15 તારીખનો હોવાનું સામે આવ્યું છે. પ્રદીપ ભાખરનું નિવેદન લેવાયા બાદ વનવિભાગે હવે ગ્રામજનોના નિવેદન લેવાની પણ કાર્યવાહી હાથ ધરી છે.

    સિંહ મારણ આરોગી રહ્યો હતો ત્યારે જ બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદિપ ભાખરનો તેની સાથેનો સેલ્ફી વીડિયો વાઈરલ થયો હતો. જેને લઈ આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ દ્વારા પ્રદીપ ભાખર સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી.

    ધારી ગીર પૂર્વના ડીસીએફનો સંપર્ક કરવામાં આવતા વનવિભાગ દ્વારા પ્રદીપ ભાખરનું નિવેદન લેવામાં આવ્યાની વાતની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે, હજી આ મામલે ગ્રામજનોના નિવેદન લેવામાં આવશે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે વનવિભાગ દ્વારા આગામી દિવસોમાં આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال