દીકરીને મારી નાખવાની ધમકી આપી પત્નીને શરીર વેચવા મજબૂર કરી, વાંધો ઊઠાવતા પોર્ન સાઈટમાં નંબર શેર કર્યા | Betting loser husband stakes wife's body, wife uploads photos and numbers on porn site when she refuses | Times Of Ahmedabad

અમદાવાદ16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

‘હાર્યો જુગારી બમણું રમે’ એ વાત તો આપણે મહાભારતકાળથી સાંભળતા આવીએ છીએ. જેમ મહાભારતના સમયકાળમાં પાંડવોએ તેમની પત્નીને જુગારમાં દાવ પર લગાવી હતી આવી જ ઘટના હાલ અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદમાં એક પતિએ સટ્ટામાં રૂપિયા હારી જતા તેની પત્નીને દાવ પર લગાવી પૈસા કમાવવાનું શરુ કર્યું. પત્નીને તેના મિત્રો પાસે અને અલગ-અલગ લોકો પાસે મોકલીને રૂપિયા કમાતો હતો તેમજ સટોડીયાને બાકીના રૂપિયા પાછા આપતો હતો. જ્યારે કંટાળેલી પત્નીએ ના પાડી તો પતિએ પત્નીના ન્યુડ ફોટો મોર્ફ કરીને પોર્ન વેબસાઇટ પર અપલોડ કરી દીધા અને નંબર પણ મૂકી દિધો હતો. આ ચોંકાવનારી ઘટનામાં નરોડા પોલીસે પતિ અને તેના સાથી સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

વેપારી બનીને માયાના દિલમાં પ્રવેશ્યો
ઉત્તર પ્રદેશની માયા (નામ બદલ્યું છે) પોતાના પરિવાર સાથે મુંબઈ રહેતી હતી. અહીં તેનો પરિચય અમદાવાદના એક યુવક સાથે થયો હતો. આ યુવક અમદાવાદથી મુંબઈ આવ્યો હતો, તે દરમિયાન માયા સાથે તેનો સંપર્ક થયો. માયા સાથે સંપર્કમાં આવ્યા બાદ તે તેની સાથે મિત્રતા વધારવા માટે નિરંતર પ્રયાસ કરે છે. યુવકનું નામ રાજીવ (નામ બદલ્યું છે) પોતે મોટો વેપારી હોય તે રીતે વર્તન કરતો હતો. અમદાવાદથી મુંબઈ અવર-જવર કરતા રાજીવ અને માયા વચ્ચે મિત્રતા થઈ અને ત્યારબાદ પ્રેમ થયો હતો.

વેપારી નહીં પણ સટ્ટાબાજ છે
રાજીવ માયાને કહેતો હતો કે, મારો ખૂબ જ મોટો બિઝનેસ છે અને હું તારી સાથે લગ્ન કરીશ. બસ આવો દિલાસો આપીને તે માયાને અમદાવાદ લઈ આવ્યો હતો. અમદાવાદમાં બે વર્ષ તેઓ લગ્ન વગર સાથે રહ્યા અને ત્યારબાદ તેઓએ લગ્ન પણ કર્યા. લગ્ન બાદ તેમને ત્યા એક દીકરીનો પણ જન્મ થયો હતો. અમુક સમય વીતતાં માયાની આંખો ખુલી ને તેને ખ્યાલ આવ્યો કે, રાજીવ કોઈ વેપારી નહીં પણ સટ્ટાબાજ છે અને તે સટ્ટામાં લાખો રૂપિયા દાવ પર લગાવે છે.

રુપિયા હારી જતા પત્નીને દાવ પર લગાવી
રાજીવને આ સટ્ટાનો ખેલ બંધ કરાવવા માટે માયા અવારનવાર તેની સાથે ઝઘડતી. તેને સટ્ટો રમવાનું બંધ કરવાનું કહેતી તો રાજીવ ગુસ્સે થઈ જતો અને તેને માર મારતો હતો. એક દિવસ રાજીવ સટ્ટાની અંદર લાખો રૂપિયા હારી ગયો અને હવે તેની પાસે દાવ પર લગાવવા માટે કશું જ વધ્યુ ન હતું એટલે તેણે પોતાની પત્નીને દાવ પર લગાવી સટ્ટો રમવાનું ચાલુ રાખ્યું. જ્યારે તેની માથે દેવુ થઈ ગયુ ત્યારે તેણે માયાને કહ્યું કે, તારે મારું દેવું ભરવા માટે મારા મિત્ર સાથે અથવા તો હું જેની સાથે કહું તેની સાથે સંબંધ રાખવો પડશે અને હું કહું ત્યાં સૂઈ પણ જવું પડશે. આ સાંભળીને માયા એકાએક ચોકી ઊઠી. તેણે પોતાના પતિની આ અનૈતિક માગ સામે વિરોધ કરવાનો પ્રયાસ કર્યો પણ માયા ના પાડે તો રાજીવ તેને દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો એટલે મજબૂરીમાં માયાએ પોતાનું શરીર વેચવું પડ્યું અને એ રૂપિયા રાજીવને આપતી હતી. આ રૂપિયા રાજીવ મોજમજા કરવા માટે વાપરતો હતો.

સટ્ટાબાજ પતિ

સટ્ટાબાજ પતિ

પત્નીએ કંટાળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
દરરોજ અનેક લોકો માયાના શરીરને ચૂંથતા હતા અને મજબૂરીમાં માયાએ પણ તેઓને પોતાનું શરીર સોંપવું પડતું હતું પરંતુ, હવે માયા આ બધાથી ત્રાસી ગઈ હતી અને કંટાળી પણ ગઈ હતી. તે હવે આમાંથી બહાર નીકળવા ઈચ્છતી હતી એટલે હવે તેણે રાજીવને સ્પષ્ટપણે ના પાડી દીધી કે, હવે તે તેના માટે કોઈ સાથે નહી સૂવે. રાજીવે આ વાત સાંભળીને ક્રોધે ભરાઈને માયાને ઘરમાંથી કાઢી મૂકી હતી અને તેની દીકરીને પોતાની પાસે રાખી લીધી હતી. પોતાના મિત્રની મદદથી માયા અલગ રહેવા લાગી અને સટ્ટાબાજ પતિ પાસેથી પોતાની દીકરી પાછી મેળવવા માટે માયા સતત પ્રયાસ કરતી હતી પણ રાજીવ તેને કોઈપણ સંજોગે દીકરી આપવા તૈયાર નહોતો. આખરે રાજીવના મિત્રો પણ માયાને ધમકી આપવા લાગ્યા અને કહ્યું કે, તે પાછી આવી જાય અને રાજીવ જેમ કહે છે તેમ કરે. આ ધમકીઓથી કંટાળીને માયાએ આ સંદર્ભે નરોડા પોલીસ સ્ટેશનમાં તેના પતિ અને સાથીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પીડિત પત્ની

પીડિત પત્ની

Previous Post Next Post