લાલપુરના પીપરટોડામાં મામાના ઘરે આવેલી ભાણેજનું અગાસી પર સુતી વખતે મોત, પોલીસે તપાસ હાથ ધરી | Bhanej, who was at her maternal home in Lalpur's Pipertoda, died while sleeping on Agasi, police conducted an investigation. | Times Of Ahmedabad

જામનગર32 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરતથી જામનગરના પીપરટોડા ગામે મામાના ઘરે પરિવાર સાથે આવેલી 13 વર્ષીય કિશોરીનું રાત્રિના સમયે શંકાસ્પદ મોત થયું હતું. જેથી કિશોરીના મૃતદેહને જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં પીએમ માટે લવાયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

સુરતથી જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનો પીપરટોડા ગામે મામાના ઘરે પરિવાર સાથે આવેલી એક કિશોરીનું શંકાસ્પદ રીતે મૃત્યુ નીપજ્યું છે. જે કિશોરીના મૃતદેહને જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે લાવવામાં આવ્યો છે.

મળતી વિગત અનુસાર ધોરણ સાતમાં અભ્યાસ કરતી અને સુરતમાં વસવાટ કરતી 13 વર્ષની કિશોરી પોતાના પરિવાર સાથે પીપરટોડા ગામે પોતાના મામાને ઘેર આવી હતી. જ્યાં રાત્રિના સમયે અગાસી પર સુતી વખતે તેણીનું શંકાસ્પદ રીતે મૃત્યુ નીપજ્યું છે. દરમ્યાન મૃતક કિશોરીના મૃતદેહનું પી.એમ. કરવામાં આવી રહ્યું છે. જે પીએમ રિપોર્ટ આવ્યાં બાદ ખરું કારણ બહાર આવશે. આ સમગ્ર પ્રકરણમાં લાલપુર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

أحدث أقدم