No results found

    ડભોલી વિસ્તારમાં આવેલી ભૂમિ પૂજા સોસાયટીના બંગલામાં એકાએક આગ લાગી, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો | Bhumi Puja Society's bungalow in Dabholi area caught fire suddenly, fire department doused the fire | Times Of Ahmedabad

    સુરત26 મિનિટ પહેલા

    • કૉપી લિંક
    ડભોલી વિસ્તારની ભૂમિ પૂજા સોસાયટીના બંગલામાં આગ - Divya Bhaskar

    ડભોલી વિસ્તારની ભૂમિ પૂજા સોસાયટીના બંગલામાં આગ

    ઉનાળાના દિવસોમાં આગ લાગવાની ઘટનામાં વધારો થતો હોય છે. ડભોલી વિસ્તારમાં ભૂમિ પૂજા સોસાયટીના બંગલામાં આગ લાગતા ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સોસાયટીમાં આગ લાગતા આસપાસના રહીશોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.

    બંગલામાં આગ લાગતા દોડધામ
    ડભોલી વિસ્તારની ભૂમિ પૂજા સોસાયટીમાં આગ લાગતા આજુબાજુમાં ભય ફેલાઈ ગયો હતો. સોસાયટીના બંગલા નંબર 25 ના પહેલા માળે આગ લાગી હતી. ઉપરના માળેથી ધુમાડો નીકળવાનો શરૂ થતા લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. બેડરૂમમાં ફર્નિચર સહિત ઇલેક્ટ્રીક ગેજેટ સળગીને ખાખ થઈ ગયા હતા.

    એસીમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી
    ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અશોક સાણુંકે જણાવ્યું કે બંગલા નંબર 25માં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. પહેલાં માળે બેડરૂમમાં એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું જણાય આવ્યું હતું જેને કારણે બેડ તેમજ અન્ય ફર્નિચર આગની લપેટમાં આવી જતા સળગીને ખાખ થઈ ગયા હતા. આગ લાગી ત્યારે ઉપર કોઈ ન હોવાને લીધે કોઈને જાન હાની થઈ નથી નીચે જે લોકો હતા તે લોકો બહાર આવી જતા ફાયર વિભાગએ ઝડપથી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال