No results found

    મહેસાણાના વાઈડ એન્ગલ સિનેમા પાસેથી ચોરાયેલું બાઈક ટીબી રોડ પાસેથી ઝડપાયું | A bike stolen from Wide Angle Cinema in Mehsana was recovered from TB Road | Times Of Ahmedabad

    મહેસાણા28 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    મહેસાણા શહેરમા દિવસે ને દિવસે વાહન ચોરીના બનાવો પોલીસે ચોપડે નોંધાતા હોય છે.ત્યારે પોલીસ પણ વાહન ચોરોને ઝડપવામાં સફળ રહેતી હોય છે.ત્યારે વધુ એક બાઈક ચોરી કરનાર આરોપીને મહેસાણા એલસીબી ટીમે ટીબી રોડ પાસેથી ઝડપી બાઈક કબ્જે કર્યું હતું.

    મહેસાણા એલસીબી ટીમના માણસો પેટ્રોલિંગ પર હતા.એ દરમિયાન હેડ કોન્સ્ટેબલ હેમેન્દ્રસિંહ થતા હેડ કોન્સ્ટેબલ ઇજાજ એહમદને ખાનગી રાહે બાતમી મળી હતી કે GJ02AD7100 નંબરનું શંકાસ્પદ બાઈક લઇ એક ઈસમ ટીબી રોડ બાજુ આવી રહ્યો છે.બાતમી આધારે મહેસાણા એલસીબી ટીમે આરોપીને ઝડપવા ટીબી રોડ છાપરા પાસે વોચ ગોઠવી આરોપીને ઝડપી લીધો હતો.

    પોલીસ તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપી સથવારા જય રાજેશ ભાઈ પાસે ઉડી તપાસ કરતા તેણે આ બાઈક બે ત્રણ દિવસ અગાઉ મહેસાણાના વાઈડ એંગલ સિનેમા પાસે આવેલા કોમ્પલેક્ષ બહારથી ચોરી કર્યું હોવાની કબૂલાત કરી હતી. હાલમાં મહેસાણા એલસીબી ટીમે બાઈક કબ્જે કરી વધુ તપાસ આદરી છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال