હળવદ-ધ્રાંગધ્રા હાઈવે પર કાર અને બાઈક ટકરાતા બાઈકસવાર દંપતીનું મોત, પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી | Biker couple dies after car and bike collide on Halavad-Dhrangadhra highway, Police registers complaint and conducts investigation | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Biker Couple Dies After Car And Bike Collide On Halavad Dhrangadhra Highway, Police Registers Complaint And Conducts Investigation

મોરબી41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હળવદ-ધ્રાંગધ્રા હાઇવે પર પુરપાટ ઝડપે જતી કારના ચાલકે બાઈકને પાછળથી અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈકમાં સવાર દંપતીને ગંભીર ઈજા પહોંચતા સારવાર પૂર્વે જ દંપતીનું મોત થયું હતું. જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હળવદના કવાડિયા ગામના રહેવાસી દિનેશ જીલુભાઈ ચારોલા પોલીસ ફરિયાદ નોંધાવી છે કે કવાડિયા ગામની સીમમાં મજુરી અર્થે ગયા હોય ત્યારે કૌટુંબિક કાકા રમેશ રણછોડભાઈ ચારોલાનો ફોન આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે ફરિયાદીના પિતા જીલુભાઈ અલુભાઈ ચારોલા અને માતા તેજુબેન જીલુભાઈ ચારોલા બાઈક જીજે 13 કયું 7413 લઈને હળવદથી કવાડિયા જતાં હતા. ત્યારે કવાડિયા ગામના પાટિયા નજીક પાછળથી આવતી એક કાર જીજે 12 ડીએસ 2277ના ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ફરિયાદીના પિતાને માથાના ભાગે ગંભીર ઈજા થઇ હતી અને માતાને પણ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

માતા અને પિતા કંઈ બોલી સકતા ના હતા અને હળવદ સરકારી હોસ્પિટલના ડોકટરે વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ રીફર કરવાનું જણાવ્યું હતું. જેથી ફરિયાદીના માતા અને પિતાને એમ્બ્યુલન્સમાં બેસાડી સુરેન્દ્રનગર હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને માતા અને પિતા બંનેને મૃત જાહેર કર્યા હતા. હળવદ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

أحدث أقدم