કાચનો બિલ્લોરી પ્રભાવ, મિથેન-ઓક્સિજનમાં ગરમીથી આગ ઊઠી | The billowy effect of the glass, heating the methane-oxygen, ignited the fire | Times Of Ahmedabad

વડોદરા16 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • સૂકો-ભીનો કચરો 20 દિવસથી જુદો કરાતો ન હતો
  • કચરાની અંદર 90 ડિગ્રી, બહાર 50 સે. તાપમાન હોય છે, પવન પણ ફૂંકાતો હતો

ગુરુવારે જાંબુઆ લેન્ડફિલ સાઇટ પર આગ ભભૂકવા પાછળનું કારણ આગ લાગ્યાના 24 કલાક બાદ પણ તેનું સાચુ કારણ જાહેર કરવામાં પાલિકાના સત્તાધીશોએ સ્વભાવગત પરહેજ કરી છે. પણ શહેરના ઘનકચરા-પર્યાવરણ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા તજજ્ઞોના મતે આગ પાછળ સૂકો-ભીનો કચરાનો એક સાથે એકઠો કરાયેલો મોટો જથ્થો જવાબદાર છે. સાઇટ પર કચરાના ઢગલા પાસે પહોંચી રૂબરૂ જઇ તપાસ કરતા જાણવા મળ્યું કે, જે કોરિયન કંપનીને આ કામ માટેનો કોન્ટ્રાક્ટ અપાયો છે તેનું મશીન જ બગડી ગયું છે. છેલ્લા 20 દિવસથી સૂકા ભીના કચરો જુદો પાડવામાં આવી રહ્યો નથી.

2010માં રૂ.30 કરોડના પ્રોજેક્ટ સાથે શરૂ કરેલી આ લેન્ડફિલ સાઇટમાં સર્જાતા પડકારોનો ઉકેલ સ્માર્ટ સિટીના અધિકારીઓને મળ્યો નથી. વધુ ચોંકાવનારી બાબત એ પણ જાણવા મળી કે, ઘન કચરામાં છેલ્લા કેટલાક સમયથી કાચનો મોટો જથ્થો પણ ઠલવાય છે. જે બિલ્લોરી કાચ જેવી અસર પેદા કરી સૂર્યના કિરણો ચોક્કસ ભાગમાં એકઠા કરે છે અને તેનાથી પણ તાપમાન વધે છે અને આગ ભભૂકે છે. આવા આગના છમકલા તો સાઇટ પર અવારનવાર બનતા જ રહે છે, જે ખબર આ ગંધાતી સાઇટ પર ગુંગળાઇ જાય છે.

લેન્ડફીલ સાઇટ પર આગ કેવી રીતે લાગે છે તેના વિશે ઘનકચરાના તજજ્ઞ ડો. સુમિત દાબકે કહે છે કે, આવો કચરો મોટા જથ્થામાં જામે ત્યારે અંદરના ભાગનું તાપમાન 76થી 80 ડિગ્રી પહોંચી જાય છે. આ સ્થિતિમાં ઓક્સિજન ન હોવાથી અંદરના બેક્ટેરિયા મિથેન પેદા કરે છે. આ મિથેન નીકળતો રહે અને બહારનું તાપમાન પણ ઊંચું જાય ત્યારે તે પવન ફૂંકાતો હોય ત્યારે આરસપહાણના પથ્થરો ઘસતા જેવો તણખો ઝરે તેવી સ્થિતિ અહીં પણ બને છે, જેના લીધે આગ ભભૂકી ઊઠે છે.’ ઉલ્લેખનીય છે કે, ગુરુવારે બપોરે 2 વાગ્યે લેન્ડફીલ સાઇટ પર આગ લાગી ત્યારે વાતાવરણનું સિઝનનું તાપમાન રેકોર્ડબ્રેક 43.5 ડિગ્રી હતુ, પવન પણ જોરદાર ફૂંકાતો હતો.

ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીના એન્વાયર્નમેન્ટ સાયન્સના તજજ્ઞ ડો. યુ.ડી. પટેલ કહે છે કે, ‘કાચ જ નહીં પ્લાસ્ટિકની થેલીઓમાં સહેજ પાણી રહી ગયું હોય તો તે પણ બિલ્લોરી કાંચ જેવી અસર પેદા કરે છે અને જો તેમાંથી પસાર થતા સીધા કિરણો કચરા પર પડે તોય આગ લાગી શકે છે. લેન્ડફિલ સાઇટ પર રોજનો 1200 ટન કચરો ઠલવાય છે. જ્યારે હાલમાં 25 હજાર ટનથી વધુ કચરો હજીય લેન્ડફિલ સાઇટ પર છે. એક નોંધપાત્ર હકીકત એ પણ છે કે, લેન્ડફિલ સાઇટના અવ્યવસ્થાપનના મુદ્દે એનજીટી બિહાર સરકારને મહિના અગાઉ 4 કરોડનો દંડ કરી ચૂકી છે. 1 લાખ ટન કચરો હાલમાં છે તેવું જાણવા મળી રહ્યું છે.

જાંબુઆ લેન્ડફિલ સાઇટ 4 વર્ષમાં 5 વાર મોટી આગ લાગી

– 16 ફેબ્રુઆરી, 2018 | આ આગ ત્રણ દિવસ બાદ માંડ ઓલવાઇ હતી. – 25 માર્ચ, 2019 | આ આગ પર 72 કલાક બાદ કાબૂ મેળવાયો હતો. – 2 એપ્રિલ, 2019 | આગ બે કલાકમાં જ કાબૂમાં લેવાઇ ગઇ હતી. – 18 મે, 2019 | લાશ્કરોએ ગણતરીના કલાકોમાં આગ બુઝાવી.

2019માં આગના 40 દિવસે નાઇટ્રોજનનું પ્રમાણ 15 ગણું વધ્યું હતું
માર્ચ 2019માં આ સાઇટ પર આગ લાગ્યા બાદ વલ્લભ વિદ્યાનગરની બીવીએમ કોલેજના રિસર્ચર્સ જેનિશ દેસાઇ, ઋષિકેશ જોશી અને પાર્થ પુરોહિતે 24 કલાક હવાના નમૂના લઇને સંશોધન કર્યું હતું. તે મુજબ આગ લાગ્યાના 40 દિવસ બાદ પણ હાનિકારક સલ્ફર ડાયોકસાઇડનું સામાન્ય પ્રમાણ 80 માઇક્રોન પ્રતિ ઘનમીટરથી વધી 111 અને નાઇટ્રોજન ડાયોક્સાઇડનું પ્રમાણ 80 માઇક્રોનથી વધીને 1490 નોંધાયું હતું. નજીકના ગામોમાં લોકોએ ઉબકા આવવા, રાત્રે ઉંઘ ન આવવી, બેચેની લાગવાની સમસ્યા સંશોધકોને કહી હતી. સંશોધન ઇન્ટરનેશનલ જર્નલમાં પ્રકાશિત થયું છે.

أحدث أقدم