Tuesday, May 16, 2023

બિંદિયારાની દેવી : વેઇટ લિફ્ટિંગમાં ચમકાવી દીધું ભારતનું નામ | Bindiarani Devi: India's name shone in weightlifting | Times Of Ahmedabad

42 મિનિટ પહેલાલેખક: મીતા શાહ

  • કૉપી લિંક
  • બિંદિયારાની દેવી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI)ના કેન્દ્રમાં ટ્રેનિંગ લેવાનું પસંદ કરતા હતા પણ જ્યારે કોરોનાની મહામારી વખતે આ કેન્દ્રને બંધ કરી દેવામાં આવતા તેમણે અનીતા ચાનૂના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું હતું

રતનાં વેઇટ લિફ્ટર બિંદિયારાની દેવીએ દક્ષિણ કોરિયામાં ચાલી રહેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે. બિંદિયારાની મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાનાં છે. તેમનો જન્મ 27 જાન્યુઆરી, 1999ના દિવસે મણિપુર ખાતે થયો હતો. 5 ફૂટ અને 7 ઇંચની ઉંચાઇ ધરાવતા બિંદિયા દેવી અપરિણીત છે અને હાલમાં તેમનું લક્ષ્ય પોતાની કરિયરમાં સતત આગળ વધવાનું છે. તેમના પિતા એક ખેડૂત છે અને તેમની પોતાની કરિયાણાની દુકાન છે. તેમના પરિવારમાં મોટી બહેન, મોટો ભાઈ અને નાની બહેન છે. મોટી બહેન અને ભાઈ પરિણીત છે. બિંદિયારાની દેવીને નાનપણથી જ સ્પોર્ટ્સમાં રસ હતો પણ તેમની હાઇટ પ્રમાણમાં ઓછી હોવાના કારણે તેમણે વેઇટ લિફ્ટિંગમાં આગળ વધવાનો નિર્ણય લીધો હતો. બિંદિયારાની દેવી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI)ના કેન્દ્રમાં ટ્રેનિંગ લેવાનું પસંદ કરતા હતા પણ જ્યારે કોરોનાની મહામારી વખતે આ કેન્દ્રને બંધ કરી દેવામાં આવતા તેમણે અનીતા ચાનૂના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું હતું. નોંધનીય છે કે અનીતા ચાનૂ ભારતના સ્ટાર‌ વેઇટ લિફ્ટર મીરાબાઇ ચાનૂના પણ કોચ રહી ચૂક્યાં છે. ગરીબીમાં સંઘર્ષ : 2021માં બિંદિયાએ તાશ્કંદમાં 55 કિલો વજનની કેટેગરીમાં વિશ્વ ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી. એ સમયે આપેલા એક ઇન્ટરવ્યૂમાં બિંદિયાએ પોતે ખુલાસો કર્યો હતો કે, ‘મારી સફ‌ળતામાં મારા માતા અને મારા પ્રારંભિક કોચ રંજન સિંહનો મોટો ફાળો છે અને તેમણે કરેલી મહેનતના કારણે જ હું આ સિદ્ધિ મેળવી શકી છું. મારા પિતાજી તેમની માંદગીના કારણે હાલમાં કંઇ કામ કરી શકે એમ નથી જ્યારે મારી બહેનના લગ્ન થઇ ગયા છે. મારા પરિવારે ભારે આર્થિક સંકટનો વર્ષો સુધી સામનો કર્યો છે પણ આમ છતાં તેમણે મને મારાં સપનાં પૂરાં કરવામાં પૂરતો સહયોગ આપ્યો. આ કારણે મારી સફળતામાં મારો આખા પરિવારનો ફાળો મહત્ત્વનો છે.’ તાઇક્વાન્ડોમાં પણ એક્સપર્ટ વેઇટ લિફ્ટિંગમાં પદક મેળવી ચૂકેલાં બિંદિયારાની દેવી તાઇક્વાન્ડોમાં પણ એક્સપર્ટ છે. તેમણે 2012માં શિલોંગમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય તાઇક્વાન્ડો ટુર્નામેન્ટમાં દેશ માટે 42 કિલોની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો છે. જોકે બિંદિયાની હાઇટ પ્રમાણમાં ઓછી હતી અને તેમના સાથી ખેલાડીઓએ તેમને સલાહ આપી કે ઓછી હાઇટના કારણે તેમના માટે તાઇક્વાન્ટોમાં બહુ આગળ વધવું શક્ય નથી. બિંદિયારાની દેવીએ આ સલાહ માનીને જ તાઇક્વાન્ડોના બદલે વેઇટ લિફ્ટિંગમાં આગળ વધવાનું નક્કી કર્યું. કુંજારાનીથી પ્રભાવિત : બિંદિયારાની દેવીએ વેઇટ લિફ્ટર કુંજારાની દેવીથી પ્રભાવિત થઇને વેઇટ લિફ્ટિંગમાં આગળ વધવાનો નિર્ણય લીધો હતો. એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું છે કે, ‘મેં બાળપણમાં વેઇટ લિફ્ટર કુંજારાની દેવી વિશે વાંચ્યું હતું અને હું તેમનાથી પ્રભાવિત થઇ હતી. મેં વેઇટ લિફ્ટિંગ કરવા માટે કોચ રંજન સિંહ સાથે વાત કરી અને તેમણે મારી ટ્રેનિંગ શરૂ કરી. આ પછી હું સતત આગળ જ વધતી ગઇ.’ મીરાબાઇ ચાનુ આદર્શ : બિંદિયારાની મીરાબાઇ ચાનુને જોઈને મોટી થઈ. એકવાર મીરાબાઈ ચાનુને બિંદિયારાનીના સંઘર્ષ વિશે જાણ થઈ, તેણે પણ મદદનો હાથ લંબાવ્યો. મીરાબાઈ ચાનુને જ્યારે ખબર પડી કે બિંદિયારાની પાસે સારા જૂતાં નથી તો પછી આ ખેલાડીએ બિંદિયારાનીને પોતાના શૂઝ ગિફ્ટ કર્યા. ગયા વર્ષે કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ બિંદિયારાનીએ કહ્યું, ‘મારી સફળતામાં મીરા દીદીનો ઘણો ફાળો છે. તે હંમેશાં મારી ટેક્નિક, મારી તાલીમમાં મદદ કરવા તૈયાર છે. જ્યારે હું શિબિરમાં નવી હતી ત્યારે તેણીએ ખાતરી આપી હતી કે મને પૂરતી મદદ કરશે. તે હંમેશાંથી એક પ્રેરણા રહી છે.’

Related Posts: