ભાજપ દ્વારા સુરતમાં કાર્યકર્તા સંમેલનનું આયોજન, સોશિયલ મીડિયા થકી લોકો સાથે સંપર્ક કરવા સમજાવ્યું | BJP organizes worker convention in Surat, explains to interact with people through social media | Times Of Ahmedabad

સુરત5 કલાક પહેલા

  • કૉપી લિંક
ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલનનું આયોજન ડેટા એકત્રિત કરવા માટે સૂચન અપાયા - Divya Bhaskar

ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલનનું આયોજન ડેટા એકત્રિત કરવા માટે સૂચન અપાયા

ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત સંગઠનને મજબૂત કરવા માટેના પ્રયાસો કરવામાં આવતા હોય છે વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ હવે લોકસભાની ચૂંટણીની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે સુરતમાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.

કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો
કાર્યક્રમમાં હાજર પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને ગુજરાતના મહામંત્રી રત્નાકરે હાજર તમામ કાર્યકર્તાઓને આગામી દિવસોમાં કેવી રીતે કામ કરવું છે? તેનું માર્ગદર્શન આપ્યું હતું અને વધુ ઉત્સાહભેર કામ કરવા માટેના કેટલાક સૂચનો પણ કર્યા હતા. કાર્યકર્તાઓએ વધુ અપડેટ રહેવું જોઈએ. કાર્યકર્તાઓને પોતાના બોથમાં વધુ સક્રિય થવા માટેની સૂચના આપવામાં આવી છે. બોથ લેવલ ઉપર વોર્ડ પ્રમુખ અને કારોબારી સભ્ય સાથે સતત સંકલન વધારીને કામ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

ટેકનોલોજીનું મહત્વ સમજાવ્યું
​​​​​​​
ભાજપના નેતાઓ એક જ સૂરમાં વાત કરતા દેખાયા હતા. વધુમાં વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે કાર્યકર્તાઓને સમજણ આપવામાં આવી છે. સોશિયલ મીડિયાના આજના યુગમાં લોકો સુધી સરકારી યોજના હોય કે પછી પાર્ટીની વિચારધારા હોય તેમના સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયા ખૂબ જ સારું માધ્યમ છે. મોબાઈલ થકી સરળતાથી લોક સંપર્ક વધારવો જરૂરી છે. સોશિયલ મીડિયાનો સતત ઉપયોગ કરીને લોકો સાથે સંપર્ક કરવો જોઈએ. તમારા બુથમાં વોર્ડ સમિતિના પેજ પ્રમુખ સહિતની માહિતી સરળતાથી પ્રાપ્ત થશે.

આધુનિકતા સાથે ડેટા એકત્રિત કરો
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પોતાના નવસારી લોકસભાનું ઉદાહરણ આપતા કહ્યું કે, અમારા લોકસભા વિસ્તારની અંદર જે ડેટા કલેક્શન થઈ રહ્યું છે, તે આધુનિક રીતે કરવામાં આવી રહ્યું છે. જેથી કરીને તમામ પ્રકારની માહિતી એકત્રિત કરવી ખૂબ સરળ હોય છે અને તેના આધારે સારી કામગીરી કરી શકે છે. આધુનિકતાનો ઉપયોગ કરીને મતદારોની તમામ પ્રકારની વિગતો એકત્રિત કરવી એમાં કોઈ ફેરફાર કરવા હોય તો તે ઝડપથી મતદાન કરી શકે પ્રકારની વ્યવસ્થા કરી છે. જેથી મતદારની સરળતા વધી જાય છે અને આપણી પાસે પણ તમામ પ્રકારની માહિતી ઉપલબ્ધ રહે છે. જે વ્યક્તિને કોઈ કામકાજ માટે પત્ર લખી આપવામાં આવ્યો હોય કોઈ સરકારી યોજનાનો લાભ લીધો હોય એ તમામ પ્રકારની માહિતી પણ આપણે ડેટામાં એકત્રિત કરવી જરૂરી છે, જે આપણને ખૂબ જ ઉપયોગી બની શકે છે. કોર્પોરેશનની રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ આપ્યો હોય તે અલગ-અલગ યોજનાઓનું વર્ગીકરણ કરીને તેના ડેટા એકત્રિત રાખવા જોઈએ. વ્હોટ્સએપ હેલ્પ ડેસ્કની મદદથી સરકારી યોજનાઓની જાણકારી કાર્યકર્તાઓ સુધી અને લોકો સુધી પહોચાડો. જે અરજદારે અરજી કરી હોય અને તેનો લાભ ન મળ્યો હોય તેની પણ વિગત આપણને મળે તો આપણે અધિકારી સાથે ઝડપથી સંકલન કરી શકીએ. કાર્યકર્તાઓએ પણ વધુ અપડેટ રહેવાની જરૂર છે, ટેકનોલોજીની વધુમાં વધુ મદદ લેવી જરૂરી છે.

أحدث أقدم