No results found

    ભરૂચના કસક વિસ્તારમાં નર્મદા નદીમાંથી મૃતદેહ મળી આવ્યો, મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરાઈ | Body found in Narmada river in Kasak area of Bharuch, investigation underway to identify deceased | Times Of Ahmedabad

    ભરૂચ37 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    ભરૂચ શહેરમાં અનેક ભિક્ષુકો વસવાટ કરે છે અને ભીખ માંગી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે આજરોજ ભરૂચના કસક વિસ્તારમાં રોકડીયા હનુમાન મંદિર નજીકના નર્મદા કિનારેથી એક ભિક્ષુક જેવા લાગતા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો.

    અંકલેશ્વર-ભરૂચ વચ્ચેથી પસાર થતી નર્મદા નદી કિનારે ભરૂચના કસક વિસ્તારમાં રોકડીયા હનુમાન મંદિર પાસે અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ તરતી હાલતમાં સ્થાનિકોને મળી આવ્યો હતો. પ્રથમ નજરમાં આ વૃદ્ધ કોઈ ભિક્ષુક હોઈ એવું જણાઈ આવે છે ત્યારે આ અંગે સ્થાનિકોએ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરતા તેઓ તેઓની ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને નદી ના કીચડમાં થી મૃતકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો અને તને તપાસતા કોઈ નામ ઠામ કે કોઈ નિશાની ના મળતા તરત પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને અજાણ્યા વૃદ્ધ મૃતકના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી મૃતકના વાલીવારસાની શોધખોળ હાથ ધરી છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال