આણંદ શહેરમાં રાધાકૃષ્ણ મંદિર પાસે રેલવે પાટા નજીક ગટરમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો | The body of an unidentified youth was found in a drain near the railway track near the Radhakrishna temple in Anand town | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • The Body Of An Unidentified Youth Was Found In A Drain Near The Railway Track Near The Radhakrishna Temple In Anand Town

આણંદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

આણંદમાં અજાણ્યા યુવકની લાશ ગટરમાંથી મળતા ચકચાર જાગી છે.યુવક કોણ છે ? ક્યાંનો છે ?તે અંગે હજુ પોલીસ સત્તાવાર તપાસ કરી રહી છે.આ મોત અંગે પણ રહસ્ય જણાઈ રહ્યું છે.પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને હોસ્પીટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને મૃતકની ઓળખ સહિત તેના વાલી વરસોની પણ તપાસ આદરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ શહેરમાં રાધાકૃષ્ણ મંદિર આગળ આવેલા રેલ્વે પાટા નજીક ગટરમાંથી એક 25 વર્ષના આશરાના યુવકની લાશ મળી આવી હતી.જેને લઈને આણંદ શહેર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવકના મૃતદેહનો કબ્જો લઈ જરૂરી કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ શહેરમાં આવેલા રાધાકૃષ્ણ મંદિર આગળ રેલ્વે પાટા નજીક ગટરમાંથી સાંજના સમયે એક 25 વર્ષના આશરા અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. ઘટનાને લઈને આજુબાજુ માંથી પસાર થતાં રાહદારીઓ અને સ્થાનિક લોકટોળું એકઠું થઈ ગયું હતું. તેઓએ આ અંગે આણંદ શહેર પોલીસ મથકે જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવકના મૃતદેહ નો કબ્જે લઈ જરૂરી કાર્યવાહી કરી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.આ અંગે આણંદ શહેર પોલીસે અપમૃત્યુ નોંધ દાખલ કરી યુવકના વાલી – વારસોની શોધખોળ આરંભી છે.

أحدث أقدم