પારડી શહેરના શાકભાજી માર્કેટ પાસે તળાવના પાણીમાં ડૂબેલી હાલતમાં યુવકની લાશ મળી | The body of a young man was found drowned in the water of the lake near the vegetable market of Pardi city | Times Of Ahmedabad

વલસાડ4 કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના પારડી શાકભાજી માર્કેટ પાસે તળાવના ઉંડા પાણીમાં શનિવારના એક યુવકની પાણીમાં ડૂબેલી હાલતમાં એક અજાણ્યા ઇસમની લાશ મળી આવી હતી. સ્થાનિક લોકોએ તળાવમાં યુવકની લાશ તરતા જોઈને તાત્કાલિક માજી સભ્ય દિલિપભાઈ, કિર્તીભાઈ, પાલિકાના સેનેટરી વિભાગના સુપરવાઇઝર પંકજભાઈ સહિત સ્થાનિક લોકોને જાણ થતાં પારડીના અગ્રણીઓ અને સ્થાનિક લોકોને તેમજ પારડી પોલીસ અને પારડી ફાયર વિભગની ટીમને ઘટનાની જાણ કરી હતી. પારડીના અગ્રણીઓ અને ફાયર વિભગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ પારડી પોલીએની ટીમને થતા પારડી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ જિલ્લા પારડી શહેરની શાકભાજી માર્કેટ નજીક આવેલા તળાવમાં એક અજાણ્યા યુવકની લાશ તળાવમાં ડુબેલી હાલતમાં લાશ મળી આવી હતી. તળાવ કિનારે સહેલગાહ માણી રહેલા સહેલાણીઓ તળાવના પાણીમાં ડૂબેલી હાલતમાં લાશ જોતા તાત્કાલિક સ્થાનિક લોકોને જાણ કરી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટના અંગે અગ્રણીઓ, પારડી પાલિકા ફાયર વિભાગ અને પારડી પોલીસને ઘટનાની જાણ કરી હતી. ઘટનાની જાણ પારડીના અગ્રણીઓ અને ફાયર વિભગની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. પારડી પોલીસ સાથે ફાયર ની ટીમને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને પાણીમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ દરમિયાન મૃતક યુવક પારડી શાકભાજી માર્કેટ ખાતે સર્વોદય સોસાયટીમાં રહેતો જયકુમાર આશોકભાઈ માહ્યાવંશી ઉવ 23 તરીકે ઓળખ સ્થાનિક લોકોએ કરી હતી. જયકુમાર ગત શુક્રવારના રોજ તે નોકરી ઉપરથી ઘરે પહોંચ્યો હતો. અને તેની માતા ભૂમિનાબેનને યુવકે મોબાઈલ ફોન અને પોતાની પાસેના પૈસા આપી તળાવમાં નાહાવા જાવ છું કહી ઘરેથી નીકળ્યો હતો. જે બાદ તે મોડી રાત સુધી ઘરે આવ્યો ન હતો. જે જયકુમાર તળાવના ઉંડા પાણીમાં નાહવા જતાં ડુબ્યો હોવાનું હાલ બહાર આવવા પામ્યું છે. પારડી પોલીસે લાશનો કબજો લાશનું PM કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પારડી પોલીસે યુવકની ADની નોંધ કાઈ પરિવારના સભ્યોને નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Previous Post Next Post