મૃતદેહ બીજા દિવસે ઘટનાસ્થળેથી જ મળ્યો; ભાઈ ભાભીને બચાવી લેવામાં આવ્યા હતા | The body was recovered from the scene the next day; Brother and sister were rescued | Times Of Ahmedabad

નર્મદા (રાજપીપળા)4 કલાક પહેલા

  • કૉપી લિંક

ગત રોજ શનિવારે વડોદરાનાં વાઘોડિયા વિસ્તારમાંથી આવેલા સાત-આઠ વ્યક્તિઓ પોઇચા મંદિરે અને નર્મદા સ્નાન માટે પોઇચા આવ્યા હતા. પોઇચા મંદિરે દર્શન કરતા પહેલા તમામ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા હતા. આ આંઠ લોકો નર્મદા નદીમાં સ્નાન કરતા હતા, ત્યારે જેમાં 27 વર્ષીય સની ગણપતલાલ બારોટ નામનો યુવાન અને તેના ભાઈ ભાભી અચાનક નદીમાં આવેલા વહેણમાં ખેંચાઈ ગયા બાદ બૂમાબૂમ કરતા નજીકમાં રહેલા નાવડી વાળાઓ મદદ આવી ભાઇ અને ભાભીને બહાર કાઢ્યા, પરંતુ સનીને બહાર કાઢે તે પહેલા જ એ પાણીનાં વ્હેણમાં ખેંચાઈ જતા તેની શોધખોળ ચાલુ કરાઇ હતી.

જોકે સ્થાનિક તરવૈયાએ સનીને શોધવા માટે સાંજ સુધી ઘણી જહેમત ઉઠાવી છતાં સાંજે સાત વાગ્યા સુધી તેની ક્યાંયે ભાળ મળી ન હતી. ત્યારબાદ રવિવારે સવારથી રાજપીપળા પોલીસ, નગરપાલિકા ટીમ ઘટનાસ્થળે ખડે પગે હતી અને SDRFની ટીમ પણ બોલાવવામાં આવી હતી. ત્યારે ઘણી શોધખોળ બાદ જ્યાં ઘટના ઘટી હતી. ત્યાંથી જ પાલિકા અને SDRFની ટીમ દ્વારા સની બારોટને શોધી કાઢ્યો હતો. સની જ્યાં ડૂબ્યો હતો ત્યાં નજીક માંથી જ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. રાજપીપલા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

أحدث أقدم