રાજકોટ સિટીબસ-BRTSમાં અનિયમિતતા બદલ 7 કંડક્ટર ટેમ્પરરી અને 1 કંડકટર કાયમી સસ્પેન્ડ, ટ્રાન્સપોર્ટેશન સંચાલન કરતી કોન્ટ્રાકટ પેઢીને 4.17 લાખથી વધુનો દંડ | 7 conductors temporarily and 1 conductor permanently suspended for irregularities in Rajkot Citybus-BRTS, transportation management contract firm fined over 4.17 lakhs | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 7 Conductors Temporarily And 1 Conductor Permanently Suspended For Irregularities In Rajkot Citybus BRTS, Transportation Management Contract Firm Fined Over 4.17 Lakhs

રાજકોટ39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી SPV રાજકોટ રાજપથ લી.દ્વારા પાછલા સપ્તાહ દરમિયાન તારીખ 24 એપ્રિલથી 30 એપ્રિલ સુધીમાં કરવામાં આવેલ કામગીરી દરમિયાન ગેરરીતિ બદલ 7 કંડકટરને ટેમ્પરરી અને 1 કંડકટરને કાયમી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જયારે જુદા જુદા કારણોસર ક્ષતિ બદલ 4.17 લાખથી વધુનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જયારે પાછલા સપ્તાહ દરમિયાન કુલ 3.79 લાખ થી વધુ લોકોએ મુસાફરી કરી બસ સેવાનો લાભ લીધો હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ રાજપથ લિમિટેડ દ્વારા રાજકોટ શહેરીજનોને 47 રૂટ પર 115 સિટી બસ દ્વારા પરિવહન સેવાપુરી પાડવામાં આવે છે. ગત 24 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન અંદાજીત કુલ 1,19,942 કિલોમીટર બસ ચાલેલ હોવાનું સામે આવ્યું છે. તથા કુલ 1,88,563 મુસાફરો દ્વારા બસ સેવાનો લાભ લઇ બસમાં મુસાફરી કરવામાં આવેલ છે. સિટી બસ સેવામાં બસ ઓપરેટર શ્રી મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ કુલ 11,925 કિ.મી.ની પેનલ્ટી મુજબ કુલ અંદાજીત રૂપિયા 4,17,375 ની પેનલ્ટી કરવામાં આવેલછે. જયારે સિટી બસ સેવામાં ફેર કલેક્શન કરતી એજન્સી અલ્ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ કુલ રૂપિયા 28,700 ની પેનલ્ટી આપવામાં આવેલી છે. જયારે સિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતી/અનિયમિતતા બદલ કુલ 7 કંડક્ટરને ટેમ્પરરી અને 1 કંડકટરને કાયમી સસ્પેન્ડ કરવામાં આવેલ છે. ચેકીંગ દરમિયાન કુલ 12 મુસાફરો ટીકીટ વગર મુસાફરી કરતા મળી આવેલ જેમાં તેમની પાસેથી કુલ અંદાજીત રકમ રૂપિયા 1320 નો દંડ વસુલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત રાજકોટ રાજપથ લી. દ્વારા રાજકોટ શહેરીજનોને BRTS રૂટ પર કુલ 20 BRTS બસ દ્વારા પરિવહન સેવાપુરી પાડવામાં આવી રહી છે. જેમાં પાછલા સપ્તાહ દરમિયાન ગત તારીખ 24 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન કુલ અંદાજીત 28,789 કિ.મી. ચાલેલ છે. તથા કુલ 1,90,477 મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે. જયારે BRTS બસ સેવામાં એક્સ-મેન તથા સિક્યુરીટી પુરા પાડતી એજન્સી શ્રી રાજ સિક્યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂ. 7,000 ની પેનલ્ટી કરવામાં આવેલ છે.

أحدث أقدم