ઘડીયાળની માંગણી મામલે બબાલ થતા યુવક પર મિત્રનો ઘાતકી હુમલો, ગર્ભવતી બહેનને સગાભાઈએ લોખંડના સળીયાથી મારમાર્યો | Brutal attack by friend on young man who was quarreling over demand for watch, pregnant sister beaten by relative with iron rod | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Brutal Attack By Friend On Young Man Who Was Quarreling Over Demand For Watch, Pregnant Sister Beaten By Relative With Iron Rod

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

રાજકોટ શહેર નજીક આવેલ બાડપર ગામે રહેતા પાર્થભાઈ જીવનભાઈ પારખીયા (ઉ.વ.26) ગઈકાલે સાંજે પાંચ વાગ્યે ગામમાં હતા ત્યારે ધસી આવેલા ગોકળ ભરવાડ અને તેની સાથેના અજાણ્યા શખ્સોએ પાઈપ અને કડાથી હુમલો કરતાં ગંભીર રીતે ઘવાયેલ યુવકને સારવારમાં સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. પાર્થ પર હુમલો કરનાર ગોકુલ ભરવાડ તેનો મિત્ર છે. ગોકુલના ભાઈના લગ્ન હોવાથી તેને પાર્થ પાસેથી ઘડીયાલ પહેરવા માટે લીધી હતી. જે ઘડીયાલની માંગણી કરતાં ગોકુલ ઉશ્કેરાયો હતો અને તેની સાથે અન્ય શખ્સોને લઈ ધસી આવી મારામારી કરી હતી. બનાવ અંગે પોલીસે ઈજાગ્રસ્તનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.

વિજશોકથી શ્રમિક મહિલાનું મોત
રાજકોટના ગ્રીનલેન્ડ ચોક બાજુમાં આવેલ ઓસ્કાર નામની સાઈટ પર કડીયાકામ કરતા કાળીબેન ચેતનભાઈ મંડોળ (ઉ.વ.27) નામની આદીવાસી મહીલાને આજે સવારે વિજ શોક લાગતા કમકમાટી ભર્યું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. કાળીબેન આજે સવારે સાઈટ પર પતરાથી બનાવેલ બાથરૂમમાં ન્હાવા માટે ગયા હતા. ત્યારે ત્યાં ઉપરથી પસાર થતા વિજ તારમાં અર્થીંગ થતા પતરામાં વિજ પ્રવાહ પસાર થઈ જતા મહીલાને કરંટ લાગ્યો હતો. જેથી ઈજાગ્રસ્ત હાલતમાં મહીલાને તાત્કાલીક સારવારમાં સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. પરંતુ સારવાર કારગત ન નિવડતા તેનું મોત નિપજયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે બી ડીવીઝન પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક મુળ દાહોદના વતની છે અને સંતાનમાં બે પુત્ર છે. જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં કલ્પાંત છવાયો હતો.

ગરમ પાણી પડતાં તરુણ ગંભીર રીતે દાઝ્યો
રાજકોટના ચુનારાવાડ વિસ્તારમાં લાખાજીનગરમાં રહેતો વિશેષ વિજયભાઈ ચૌહાણ (ઉ.વ.16) ધો.10માં અભ્યાસ કરતો હતો અને હાલ વેકેશન હોવાથી તે બે દિવસ પહેલા મેટોડા ગેઈટ-1 પાસે રહેતાં તેના મામા બાબુભાઈ દેત્રોજાના ઘરે ગયા હતો. દરમીયાન ગઈકાલે સવારે તે બાથરૂમમાં ન્હાવા માટે ગયો હતો. ત્યારે આંચકી આવતા ત્યાં પડેલ ગરમ પાણીની ડોલ પર પડયો હતો અને ગરમ પાણી શરીર પર પડતાં તે ગંભીર રીતે દાઝયો હતો. તરૂણને સારવારમાં પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકના પિતા મજુરી કામ કરે છે અને વિશેષ બે બહેનનો એકનો એક ભાઈ હતો.

ગર્ભવતી બહેનને સગાભાઈએ લોખંડના સળીયાથી મારમાર્યો
રાજકોટના કુબલીયાપરામાં આવેલ ચુનારાવાડ ચોક નજીક રહેતી શીલાબેન દિલીપભાઇ સોલંકી (ઉ.વ.32) હાલ ગર્ભવતી છે. ગત રાત્રે દસ વાગ્યાની આસપાસ તેનો સગો ભાઇ અમીત ધસી આવ્યો હતો અને કોઇ કારણોસર ઝઘડો કરી લોખંડના સળીયાથી બેફામ ફટકાર્યા હતા. મારામારીમાં ગંભીર રીતે ઘવાયેલ મહિલાને સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Previous Post Next Post