અબડાસાના જખૌ બંદર નજીકના નિર્જન બેટ પરથી BSFને માદક પદાર્થના વધુ 5 પેકેટ મળી આવ્યાં | BSF recovers 5 more packets of narcotics from a deserted bat near Jakhou port in Abdasa | Times Of Ahmedabad

કચ્છ (ભુજ )24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પશ્વિમ કચ્છના સરહદી અબડાસા તાલુકાના બંદરિય ગામ જખૌ નજીકના નિર્જન બેટ પરથી આજે રવિવારે માદક પદાર્થના વધુ 5 પેકેટ BSFના જવાનોને બિનવારસી હાલતમાં મળી આવ્યાં છે. દરિયાઈ કાંઠા વિસ્તારમાં BSF દ્વારા ચાલી રહેલા સાધન પેટ્રોલિંગ દરમિયાન આ પેકેટો મળી આવ્યા છે. જેમાં 4 પેકેટો સંભવિત ચરસના છે જયારે એક પેકેટ બહુમૂલ્ય કિંમત ધરાવતા માદક પદાર્થનું હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળી રહ્યું છે. આ પેકેટો જખૌ બંદરથી થોડે દુર ખીદરત બેટ અને લુણા બેટ પરથી મળી આવ્યા છે. નોંધનીય છે કે ગઈકાલે પણ લુણા બેટ પરથી સલામતી દળના જવાનોને શંકાસ્પદ માદક પદાર્થના 3 પેકેટ મળી આવ્યા હતા. આમ ફરી એક વખત નશીલા પદાર્થ મળવાનો સીલસીલો શરૂ થયો છે અને એપ્રિલ માસથી ગઈકાલ સુધીમાં આ પ્રકારના 32 પેકેટો સુરક્ષા તંત્રને હાથ લાગી ચુક્યા છે. હજુ પમ પેકેટો મળવાની સંભાવનાના પગલે બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા સઘન તલાસ અભિયાન ચાલી રહ્યાનું જાણવા મળ્યું છે.

કચ્છના પશ્ચિમી દરિયા કાંઠાના નિર્જન સ્થળેથી બિનવારસી હાલતમાં માદક પદાર્થના પેકેટો સમયાંતરે મળતા રહ્યા છે. આ સીલસીલો ફરી શરૂ થયો હોય તેમ લગાતાર નશીલા પદાર્થના પેકેટો સલામતી દળને હાથ લાગી રહ્યા છે. આ પ્રકારના શંકાસ્પદ માદક પદાર્થના પેકેટો એકજ સાપ્તાહમાં ત્રણ વખત મળી ચુક્યા છે. જે આગળ પણ મળતા રહેવાની સાંભવના આ પૂર્વે BSF દ્વારા જાહેર કરાયેલી યાદીમાં દર્શાવવામાં આવી હતી. આજે જખૌ બંદર પાસેના ખીદરત બેટ અને લુણા બેટ ખાતેથી આ પ્રકારના કુલ 5 પેકેટ મળી આવ્યાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જેમાં 4 પેકેટ ચરસના હોવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. જોકે તેની પુષ્ટિ માટે કબ્જે કરાયેલા પેકેટો જખૌ મરીન પોલીસને શોપવામાં આવશે જેની યોગ્ય તપાસ બાદ જાહેરાત કરવામાં આવશે.

أحدث أقدم