દાહોદમાં દબાણ હટાવ કામગીરીમાં બે દિવસના વિરામ બાદ ફરીથી બુલડોઝરો ફરી વળશે, વિરામ બાદ મશીનોની સંખ્યા વધવાના નિર્દેશ | Bulldozers to resume after two-day break in pressure relief operations in Dahod, number of machines expected to increase after break | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Bulldozers To Resume After Two day Break In Pressure Relief Operations In Dahod, Number Of Machines Expected To Increase After Break

દાહોદ38 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદમાં દબાણ હટાવ ઝુંબેશ હવે છેલ્લા ચરણમાં પહોંચી ચુકી છે.ત્યારે કેટલાક વિસ્તારો લોકો જાતે જ દબાણોે દુર કરવામાં જોતરાયા છે.બીજી તરફ વહીવટી તંત્રએ હાલ બે દિવસનો સમય સ્વેચ્છાએ દબાણો હટાવવા માટે આપ્યો છે પરંતુ આ મુદત બાદ શહેરમાં બાકી રહેલા દબાણો પર ફરીથી બુલડોઝર ફરી વળશે તે નિશ્ચિત છે.

કોઇ જોખમ લેવા માંગતુ નથી તેથી જાતે જ ઝુકાટો તોડવામાં જોતરાયા
દાહોદ શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત સ્માર્ટ રોડ બનાવવાના હોઇ રસ્તા પહોળા કરવા જરુરી છે.જેથી વહીવટી તંત્ર દ્રારા છેલ્લા છ દિવસથી દબાણ હટાવ ઝુંબેશ શુ કરવામાં આવી છે.જે આજે સવાર સુધી ચાલુ રહી હતી.મોટા દબાણો હટાવ્યા બાદ હવે ઓટલા અને ઝુકાટ તોડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી હતી ત્યારે ઘણાં વિસ્તારોમાં લોકો પોતે જ પેતાના ઝુકાટ તોડવામાં લાગી ગયા છે.કારણ કે જેેસીબી અથવા હિટાચી મશીનથી સમગ્ર ઇમારતને નુક્સાન થાય તેમ હોવાથી કોઇ જોખમ લેવા માંગતુ નથી.જેથી પડાવ સહિતના વિસ્તારોમાં સ્વયંભુ જ પોત પોતાનુ દબાણ દુર કરવામાં આવી રહ્યુ છે.

લોકમાંગણીને માન્ય રાખી બે દિવસની મુદત આપી- મનોજ મિશ્રા
​​​​​​​
તેવા સમયે શહેરમાં બુધવારે સવાર બાદ એક એવી વાત વહેતી થઇ હતી કે આજથી દબાણ હટાવ ઝુંબેશ પૂર્ણ કરવામાં આવી છે.બીજી તરફ દાહોદના માલતદાર મનોજ મિશ્રા જણાવ્યુ છે કે બે દિવસની મુદત સ્વેચ્છાએ આપવામાં આવી છે કારણ કે કેટલાક લોકોની માંગણી હતી કેે પોતાના દબાણો પોતે જ દુર કરી નાખશે.તે માંગણીને માન્ય રાખીને બે દિવસની મુદત આપવામાં આવી છે.આ બે દિવસ બાદ ફરીથી વહીવટી તંત્ર દ્રારા દબાણો દુર કરવાની કામગીરી ફરી શરુ કરવામાં આવશે તેમ પણ જાણવા મળ્યુ છે.ત્યારે શહેરમાં ઘણી ઇમારતો પર હજીએ જોખમ ઝળુંબી રહ્યુ છે.કારણ કે ઝુંબેશ બંધ થવાની વાત સાથે જ આ આટલુ તૂટ્યુ તો પેલુ કેમ ન તોડ્યુ,આ જગ્યાએ પુરુ હટાવી દીધુ તો અહીં કેમ અડધુ જ હટાવ્યુ છે તેવા આક્ષેપ પ્રતિઆક્ષેપ શરુ થઇ ગયા છે.

ઘણી વિસંગતતાઓ વચ્ચે મોટા ભાગની કામગીરી પૂર્ણ થઇ
​​​​​​​
દાહોદ શહેરમાં ઘણે ઠેકાણે દબાણો દુર કરવા મામલે વિસંગતતાઓ પ્રવર્તિ રહી છે તેમજ કેટલાક દબાણોમા પુરી કામગીરી ન તઇ હોવાનુ પણ ચર્ચાઇ રહ્યુ છે.ઉપરાંત કેટલીક કાર્યવાહીઓમાં અન્યાય થયો હોવાનુ પણ કહેવાઇ રહ્યુ છે તેમજ નોટીસો, નિશાને અને દબાણના માપ મામલે પહેલા દિવસથી જ વિસંગતતાઓ સર્જાયેલી છે.ઉપરાંત સમય ન આપવા મામલે પણ ફરિયાદો ઉભી થઇ હતી તેમ છતાં કોઇ પણ અનિચ્છિય ઘટના ઘટયા વિના દબાણ હટાવવાની મોટા ભાગની કામગીરી પૂર્ણ થઇ શકી છે.

સાૈથી મોટો વિરોધાભાસ ઝુકાટ મામલે પ્રવર્તિ રહ્યો છે
​​​​​​​
શહેરમાં સાૈથી મોટો વિરોધાભાસ ઝુકાટ બાબતે પ્રવર્તિ રહ્યો છે.લોકોનુ કહેવુ છે કે 20 ફુટ કે 30 ફુટ ઉંચા ઝુકાટ સ્માર્ટ રોડમાં શું નડતર રુપ બની શકે છે કે તેેને તોડવામાં આવે છે અથવા તો તોડવાની ફરજ પાડવામાં આવે છે.ત્યારે મામલતદારે તેની સ્પષ્ટતા કરતાં જણાવ્યુ હતુ કે ઝુકાટ તો કોઇ પણ સંજોગોમાં બનાવી જ ન શકાય.અથવા તો માલિકે તેટલી જગ્યા છોડીને બાંધકામ કરવુ જોઇએ જેથી ઝુકાટનો પ્રશ્ન જ ઉભો ન થાય.તેમણે એમ પણ જણાવ્યુ કે જેટલુ ગેરકાયદે બાંધકામ ધ્યાને આવશે તે ગમેે તે રીતે કરવામાં આવ્યુ હોય પરંતુ તેને તોડી પાડવામાં આવશે તે નિશ્ચિત છે.

أحدث أقدم