મેનીફેસ્ટોમાં બજરંગદળને આતંકી સંગઠન કહેતા દેશભરમાં કાર્યકરોમાં રોષ, રાષ્ટ્રીય અધ્યક્ષનાં પૂતળાદહન અને સૂત્રોચાર સાથે વિરોધ | Calling the Bajrang Dal a terrorist organization in the manifesto, activists across the country protested with slogans and burnt effigies of the National President. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Calling The Bajrang Dal A Terrorist Organization In The Manifesto, Activists Across The Country Protested With Slogans And Burnt Effigies Of The National President.

અમદાવાદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

કર્ણાટક ચૂંટણીને લઈને કોંગ્રેસે મેનીફેસ્ટોમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકાર બનશે તો બજરંગદળ, PFI જેવા આતંકી સંગઠનો પર પ્રતિબંધ લાદવામાં આવશે. આ નિવેદન પર બજરંગદળના કાર્યકરોમાં દેશભરમાં રોષ જોવા મળ્યો હતો. જેને લઈને આજે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર બજરંગદળના કાર્યોકરોએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું પૂતળું દહન કર્યું અને સૂત્રોચાર સાથે વિરોધ કર્યો હતો.

બજરંગ દળ અને PFI જેવા સંગઠનો પર પ્રતિબંધ લગાવીશું
કર્ણાટકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે નિવેદન આપ્યું હતું કે, ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તો બજરંગ દળ અને PFI જેવા સંગઠનો ઉપર પ્રતિબંધ લગાવવામાં આવશે.એટલે કે બજરંગ દળની તુલના PFI સાથે કરી હતી. જેને લઈને દેશભરમાં વિવાદિત નિવેદનને કારણે વિરોધ કરવામાં આવ્યો હતો.ઠેર ઠેર મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ સૂત્રોચ્ચાર તથા પૂતળા દહન કરીને વિરોધ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસ કાર્યાલય બહાર ખડગે વિરુદ્ધ સૂત્રોચ્ચાર
અમદાવાદમાં પાલડીમાં આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે મોડી સાંજે બજરંગ દળના કાર્યકરો ખળગેના પૂતળાની નનામી લઈને આવ્યા હતા.કાર્યાલયની બહાર જ પૂતળાનું દહન કર્યું હતું.બજરંગ દળના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય બહાર ખડગે વિરુદ્ધ સૂત્ર ચાર પણ કર્યા હતા.

જ્વલિત મહેતા

જ્વલિત મહેતા

કોંગ્રેસ વિરુદ્ધ ઉગ્ર આંદોલન તૈયારીઃ જ્વલિત મહેતા
બજરંગ દળના ઉત્તર, મધ્ય ગુજરાત પ્રાંત અધ્યક્ષ જ્વલિત મહેતાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, કર્ણાટકમાં બજરંગદળ પર પ્રતિબંધની વાત કરવામાં આવી તેનો અમે વિરોધ કકરવાના છે. ​​​​​​​કોંગ્રેસ કાર્યાલય બહાર મલ્લિકાર્જુન ખડગેનો અંતિમ સંસ્કારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કોંગ્રેસ મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે. ​​​​​​​કોંગ્રેસના નિવેદનથી દેશના યુવાનોની ભાવના દુભાઈ છે. ​​​​​​​કોંગ્રેસ વિરુદ્ધ ઉગ્ર આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે.

Previous Post Next Post