નવસારીની નિરાલી હોસ્પિટલ ખાતે ફીટ ઇન્ડિયાના સૂત્ર સાથે યોગ બોર્ડ દ્વારા શિબિર યોજાઈ, યોગને દિનચર્યાનો ભાગ બનાવવા હાકલ કરાઇ | A camp was organized by the Yoga Board with the slogan Fit India at Nirali Hospital in Navsari, calling for making yoga a part of daily routine. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • A Camp Was Organized By The Yoga Board With The Slogan Fit India At Nirali Hospital In Navsari, Calling For Making Yoga A Part Of Daily Routine.

નવસારી6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

યોગ ભગાવે રોગનું શુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપનાવી સમગ્ર દેશ અને દુનિયાને યોગ મય બનાવ્યા છે. અને લોકો યોગ કરતા થયા છે. ત્યારે નવસારીની નિરાલી હોસ્પિટલ ખાતે આજ રોજ ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગ સીબીરનું આયોજન કરવામાં આવ્યું હતું.

જીવનમાં સ્વસ્થ રહેવું હોય તો જીવનમાં યોગને સ્થાન આપવું ખુબ જરૂરી છે. હોસ્પિટલના વ્યવસાય બીમાર દર્દીઓ થકી ચાલતો હોય છે. તેવામાં કોઈ હોસ્પિટલમાં યોગ શિબિર યોજાય અને લોકો બીમાર ન થાય તે માટે આયોજન થાય તેવું ક્યારે જોવા નથી મળ્યું. ત્યારે નવસારીના ગ્રીડ ખાતે આવેલ નિરાલી હોસ્પિટલ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં નવસારીની ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા નવસારી સ્થિત નિરાલી હોસ્પીટલનાં સંકુલમાં આજે ૬ઠ્ઠી મેનાં રોજ ફીટ ઈન્ડિયા ફીટ નવસારીના સૂત્ર સાથે યોગ શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ યોગ શિબીર ગુજરાત રાજય યોગ બોર્ડનાં નેજા હેઠળ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં નિરાલી કેન્સર હોસ્પિટલના સી.ઈ.ઓ. ડો.અનિલ જૈન, નિરાલી મલ્ટીસ્પેશ્યલીટી હોસ્પિટલના સી.ઈ.ઓ. રીષિ કપૂર, નીરવ શાહ, ડો. સોહમ રાઉત તેમજ ગુજરાત યોગ બોર્ડના સાઉથ ઝોન કોડીનેટર સ્વાતિબેન ધાણાની, નવસારીના કોડીનેટર ગાયત્રીબેન તલાટી, નવસારી સાઈ ગ્રુપના ચેરમેન જીતેન્દ્ર પટેલ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ યોગ શિબિરમાં નવસારીના શહેરી જનો, નિરાલી હોસ્પિટલના ડોકટરો, કર્મચારીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગ કર્યા હતા. તથા યોગ બાદ ઉપસ્થિત લોકોને હોસ્પિટલના ડોકટરો દ્વારા જીવનમાં યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. અને યોગ દ્વારા શરીરના કયા અંગને કેવા ફાયદા થાય તે પણ ડોકટરો દ્વારા સમજવવામાં આવ્યું હતું. આમ અનોખી પહેલ સાથે યોગ શિબિર નવસારી ખાતે યોજાયો હતો.

أحدث أقدم