الأحد، 7 مايو 2023

મોરબીમાં તલાટીની પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોને પોલીસે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા | Candidates who appeared for Talati exam in Morbi were escorted by the police to the exam center | Times Of Ahmedabad

મોરબીએક કલાક પહેલા

  • કૉપી લિંક

આજે રાજ્યમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મોરબી પોલીસે મદદ કરી હતી. પોલીસ પ્રજાનો મિત્ર છે એ ઉક્તિ પણ સાર્થક કરી હતી.

મોરબી જિલ્લા પોલીસ વડાની સુચનાથી મોરબી ટ્રાફિક શાખા દ્વારા આજે તલાટી મંત્રીની પરીક્ષા આપવા મોરબી આવેલા પરીક્ષાર્થીઓને કોઈ મુશ્કેલી ઉભી ના થાય અને પોતાના પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે તેમ ના હોય તેમજ આકસ્મીક કે, ઈમરજન્સી જેવા સંજોગોમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવા માટે પોલીસ હેલ્પ ડેસ્ક નંબર જાહેર કરવામાં આવ્યા હતા.

જેમાં જુના બસ સ્ટેન્ડ, નવા બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન ખાતે કુલ 6 બાઈક અને 2 બોલેરો વાહન રાખ્યા હતા. જેના થકી મોરબી શહેરના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો તેમજ વાંકાનેર અને હળવદના પરીક્ષા કેન્દ્રો પર 25 જેટલા ઉમેદવારોને મોરબી પોલીસ દ્વારા પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવામાં આવ્યા હતા.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.