હનુમાન ગુફા નજીક દુકાનમાં થયેલી મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો, કિર્તિમંદીર સર્વેલન્સ ટીમે શીતલાચોક વિસ્તારમાંથી આરોપીને પકડી પાડ્યો | Case of mobile theft in shop near Hanuman Gufa solved, Kirtimandir surveillance team nabs accused from Sheetlachowk area | Times Of Ahmedabad

પોરબંદર3 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ચોરી સબંધી ગુના શોધી કાઢવા ઇન્ચાર્જ પોરબંદર પોલીસ અધિક્ષક દ્વારા પોરબંદર શહેરમાં નોધાયેલ મોબાઇલ ચોરી અંગેના બનાવો અટકાવવા અને આરોપીઓને શોધી કાઢવા સુચના આપવામાં આવેલ. પોરબંદર શહેર ડીવાયએસપી નિલમ ગૌસ્વામી તથા કીર્તિમંદીર પોલીસ સ્ટેશનનાં પીઆઈ વી.પી.પરમારના માર્ગદર્શન હેઠળ કિર્તિમંદીર સર્વેલન્સ પીએસઆઈ આર.કે.કાંબરીયા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

જેમાં થોડા દિવસ પહેલા હનુમાનગુફા ચાર રસ્તા પાસે આવેલ વાઢેર ફૂટવેર નામની દુકાનમાથી એક અજાણ્યો ચોર ઇસમ ફરીયાદીની નજર ચુકવી ચોરી કરી ગયેલાના બનાવ બનેલ હતો. જે અન્વયે વિશ્વાસ પ્રોજેકટનાં સીસીટીવી કેમેરા તથા સ્ટાફની મદદથી PSI આર.કે.કાંબરીયા તથા PC વિશાલ રવજી, PC મસરી કાનાને અંગત હ્યુમન સોર્સ મારફતે હકીકત મળેલી કે ચોરી કરનાર ઇસમ દુકાનો તથા લોકો પર નજર રાખી મોબાઇલ ચોરી કરવા શીતલા ચોક પાર્કિંગમાં ઉભેલ છે. બાતમી વાળી જગ્યાએ પહોંચી પુછતાછ કરતા પોતાનું નામ મહમદ ઉર્ફે મામદો નાસીર શાહમદાર હોવાનુ જણાવેલ.આરોપીને પંચો રૂબરૂ અંગ ઝડતી કરતા ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન તથા અન્ય બે મોબાઇલ ફોન મળી આવેલ. આરોપી બાબતે FACE TRACKER APP તથા POCKET COP APP ની મદદથી ચેક કરતા આરોપી વિરૂધ્ધમાં અગાઉ મોબાઇલ ફોન ચોરીના અનેક ગુના નોંધાયેલ હોવાની હકીકત જણાય આવેલ હતી.

મોબાઇલ ચોરી કર્યાની વિગત
(1) OPPO કંપનીની A17K મોડલનો મોબાઇલ, (1) જે મોબાઈલ મજકુર ઇસમે હનુમાનગુફા ચાર રસ્તા પાસે આવેલ વાઢેર ફૂટવેર નામની દુકાનમાંથી ચોરી કરી લીધેલ હોવાનું જણાવેલ.

(2) vivo કંપનીનો Y20 મોડલનો મોબાઇલ, જે મોબાઇલ પોતે એકાદ મહિના પહેલા નજર ચુકવી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ

(3) SAMSUNG કંપનીનો GALAX-M12 મોડલનો મોબાઇલ કે જે મોબાઈલ પોતેએ ઇશ્વર મંદિર પાછળ ચોપાટીએ બેસેલ એક અજાણ્યા માણસનો તેની બાજુમાંથી તેની નજર ચુકવી ચોરી કરી લીધેલ હોવાની કબુલાત આપેલ.

આમ આરોપી પાસેથી મળી આવેલા ત્રણે મોબાઇલ ફોન ચોરી કરી મેળવ્યા હોવાની કબુલાત કરતા મજકુર આરોપીને ધોરણસર અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

મહમદ ઉર્ફે મામદો નાસીર શાહમદાર ઉ.વ.૩ર ધંધો-મજુરી (રહે.નવો કુંભારવાડો બેલાડીયા શેરી પોરબંદર)

કામગીરી કરનાર
આ કામગીરી કીર્તિમંદિર પીઆઈ વી.પી.પરમાર તથા સર્વેલન્સ પીએસઆઈ આર.કે.કાંબરીયા તથા Pડા કે.આર.જાટીયા તથા સર્વેલન્સ સ્ટાફના UHC બી.પી.કારેણા તથા PC વિશાલ વિંઝુડા,અરવિંદ કાના રાજુ ઓડેદરા,જય રમેશ,જીતુ રાજશી દાસા,મસરી ભુતીયા wc કિર્તિ ભરત વિગેરે રોકાયેલ હતા.