કોલેજ સંચાલકે કહ્યું- 'અમે કોઈ અધ્યાપકોને બંધક નથી બનાવ્યા, તપાસ કરવી હોય CCTV જોઇ લો', HNGUએ કહ્યું-'તપાસ બાદ પરીક્ષા સેન્ટર સ્થગિત કરાશે' | The college administrator said - 'We have not taken any teachers hostage, check the CCTV', HNGU said - 'The examination center will be suspended after the investigation'. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • The College Administrator Said ‘We Have Not Taken Any Teachers Hostage, Check The CCTV’, HNGU Said ‘The Examination Center Will Be Suspended After The Investigation’.

મહેસાણા26 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વિજાપુર સાયન્સ કોલેજમાં એમ.એસ.સીની પ્રેકીટકલ પરીક્ષા લેવા ગયેલા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના ત્રણ પ્રોફેસરોએ એકસાથે 11 છાત્રોને ચોરી કરતા પકડ્યા હતા, પણ તેઓ સામે કોફી કેસ ન કરવા કોલેજ દ્વારા દબાણ કરવા છતાં ન માનતા અંતે વાલીઓ આપી રહ્યા હોવાનું કહી કોલેજમાંથી બહાર ન જવા દઇ કેબીનમાં જ નજરકેદ કરી ડરાવવા ધમકાવવામાં આવતા ગબાયેલ સુરક્ષા માટે યુનિવર્સિટી નો સંપર્ક કરતા રજીસ્ટર દ્વારા સ્થાનિક પોલીસને કોલેજમાં મોકલતા તાપનો રવૈયો બદલાઈ ગયો હતો અને પ્રોફેસરોને સંસ્થાની ગાડીમાં જ બહાર મૂકી જતાં પ્રોફેસરોને છુટકારો મળ્યો હતો. આ કેસની અંદર હાલમાં વિજાપુર સાયન્સ કોલેજ અને એચએનજીયુ આમને સામને આવ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે ત્યારે વિજાપુર સાયન્સ કોલેજ દ્વારા કોલેજને બદનામ કરવા નું કારસ્તાન ચાલી રહ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે ત્યારે એચએનજીયુ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોલેજની ભૂલ હશે તો આગામી સમયમાં એક પણ પરીક્ષા માટે સેન્ટર ફાળવવામાં આવશે નહીં

HNGU ના રજીસ્ટારે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, ગઈ કાલે જે પરીક્ષા હતી એ પરીક્ષામાં કોપી કેસને લઈ અધ્યાપકો ગયા હતા તેઓને કોલેજમાં કોપી કેસ ન કરવા દેવા માટે ધમકાવ્યા હોય એવી રજુઆત અધ્યાપકોની હતી અને એ સંદર્ભે યુનિવર્સિટી આગળ સ્થાનિક પોલીસને જાણ કરી હતી.તેમજ આજે પ્રોફેસર દ્વારા મારી પાસે રજુઆત કરવા માટે આવ્યા હતા.જેમાં ચેરમેન અને ત્યારબાદ મને રજુઆત કરી હતી અને ઘટના ક્રમ જણાવ્યો હતો.સમગ્ર મામલે લાગે છે કે પરીક્ષામાં કોપી કેસ સંદર્ભે આખી બાબત હતી.પ્રેકીટકલ પરીક્ષા ચાલતી હતી તેમાં આગલા દિવસે પણ કોપી કેસની બાબત હતી જેથી બીજા દિવસે વિદ્યાર્થીઓને અલગ રૂમમાં બેસાડેલા અને અને અન્ય વિદ્યાર્થીઓની પ્રેકીટકલ પરીક્ષા પૂર્ણ કરી હતી.અને કોપી કેસ કરવાની કાર્યવાહી કરવા દરમિયાન કોલેજ તરફથી ધમકાવવમાં આવ્યા એવી રજુઆત કરી છે.એ સંદર્ભે અમને અહેવાલ આપવાના છે.જે પગલે યુનિવર્સિટી કાર્યવાહી કરશે .કોપી કેસ બાબતના વિષયમાં પરિક્ષાની શુદ્ધિ સમીતિમાં જતો હોય છે.એમાં યુનિવર્સિટી એ સંદર્ભેમાં નિર્ણય કરશે અને કોલેજનું જે સેન્ટર છે તેને અન્ય પરીક્ષા ન ફાળવી સ્થગિત કરી એ દિશામાં પર યુનિવર્સિટી કાર્યવાહી કરશે.

જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના નિયત થયેલ કુલ-124 પરીક્ષા કેન્દ્રોના સ્થળો ઉપર તા. 07/05/૨૦૨૩ના રોજ સવારના 9-30 થી 14:30 કલાક સુધી પરીક્ષા કેન્દ્રના સ્થળના હદ મર્યાદાથી બહાર 100 મીટરના ત્રિજયા વિસ્તારમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ પ્રતિબંધિત મૂકવા હુકમ કરવામાં આવ્યો છે. જેમાં પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સબંધિત કામગીરીમાં રોકાયેલ ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિન અધિકૃત માણસોએ પરીક્ષા કેન્દ્રોની અંદર તથા પરીક્ષા કેન્દ્રોની હદ મર્યાદાથી બહારના 100 મીટરની ત્રિજયા વિસ્તારમાં દાખલ થવું નહી. પરીક્ષા સ્થળોની આજુબાજુના 500 મીટરના વિસ્તારમાં તમામ ઝેરોક્ષની દુકાનો બંધ રાખવાની રહેશે. કોઈપણ ઈસમે તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા કરાવવામાં સીધી કે આડકતરી મદદગીરી કરવી નહીં. પરીક્ષા સંબંધી ચોરી કરાવી શકાય તેવી કોઈ વસ્તુ ઈલેકટ્રોનિક યંત્ર, પુસ્તક, કાપલીઓ, ઝેરોક્ષ નકલનું વહન કરવું નહિ કે કરાવવામાં મદદગારી કરવી નહિ. કોઈપણ વ્યક્તિ પેજર, સેલ્યુલર ફોન, મોબાઇલ ફોન, કોર્ડલેસ ફોન, સ્માર્ટ વોચ, વાયરલેસ સેટ, વોકીટોકી સેટ કે કોઈપણ આધુનિક સાધનો સાથે લઈ જઈ શકશે નહી અથવા તેનો ઉપયોગ કરી શકશે નહી. પરીક્ષાર્થીઓને શાંતિ અને લેખનકાર્યમાં અડચણ, વિક્ષેપ, ધ્યાનભંગ થાય તેવું કોઈ કૃત્ય કરવું/ કરાવવું નહી.

આ આદેશ સ્કવોડ અધિકારીઓ, બોર્ડ પ્રતિનિધી અને સરકારી પ્રતિનિધીઓને લાગુ પડશે નહિ. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકના દરજ્જાથી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તથા કેન્દ્ર નિયામક, સ્કવોડ અધિકારી ઓ તરીકે નિમણૂંક પામેલ અધિકારી, ઈન્વીજીલેટર, તથા સરકારી પ્રતિનિધિ સહિતના તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ ફરીયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે. આ આદેશનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-188 હેઠળ સજાને પાત્ર થશે.

أحدث أقدم