રાજકોટ કોમર્શિયલ બેંકના CEOએ બાબાને ધતિંગ કરનારા વ્યક્તિ ગણાવ્યા, બે દિવસ બાદ સેવા સમિતિના હોદ્દેદારો સમાધાન કર્યું | Baba protested by CEO of Rajkot Commercial Bank, abruptly reconciled with Seva Samiti office-bearers two days later | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

આગામી તા.1 અને 2 જૂન દરમિયાન લાખો લોકોની જેમનામાં આસ્થા રહેલી છે તે બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. અહીં દિવ્ય દરબાર સહિતના અનેક કાર્યક્રમો યોજાવાના છે જેને લઈને ભક્તોમાં અનેરી ઉત્કંઠા જોવા મળી રહી છે. જો કે, બાબા બાગેશ્વરના કાર્યક્રમની જાહેરાત થતાં જ રાજકોટ કોમર્શિયલ બેન્કના સીઈઓ પુરુષોત્તમ પીપળીયાએ બાબાને અંધશ્રદ્ધા ફેલાવનારા તેમજ ધતિંગ કરનારા વ્યક્તિ ગણાવી વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે, બે દિવસ સુધી સતત ચર્ચામાં રહેલ વિવાદ બાદ આજે અચાનક જ તેમણે બાગેશ્વરધામ સેવા સમિતિ રાજકોટના હોદ્દેદારો સાથે અચાનક જ ‘સમાધાન’ કરી લેવામાં આવ્યું છે.

ટૂંક સમયમાં જવાબ આપવામાં આવશે
આ અંગે પરસોત્તમ પીપળીયાએ જણાવ્યું હતું કે, બાબાની કાર્યપદ્ધતિ સામે મારો વિરોધ હતો. મતલબ કે તેઓનું ધૂણવાનું, ચીઠ્ઠી નાખવા સહિતના જે કાર્યક્રમો છે તેનો વિરોધ હતો જે મેં વ્યક્ત કર્યો છે. આ વિરોધને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી (બાગેશ્વર ધામ સરકાર)ના મુખ્ય ટ્રસ્ટીઓ-સંયોજકો સુધી પહોંચાડી દેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં આ મુદ્દે તેમના દ્વારા જવાબ આપવામાં આવશે એટલા માટે મેં સમાધાન કરી લીધું છે.

ફેસબુક ઉપરની પોસ્ટથી સતત ચર્ચામાં
ઉલ્લેખનીય છે કે, પુરુષોત્તમ પીપળીયાએ કોઈના ‘દબાણ’માં આવીને સમાધાન કર્યું કે કેમ તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ સતત બે દિવસથી તેમને કરેલી ફેસબુક ઉપરની પોસ્ટથી તેઓ સતત ચર્ચામાં રહ્યા હતા અને ધમકીઓનો પણ સામનો કરવો પડ્યો હતો.

أحدث أقدم