Tuesday, May 16, 2023

છોટાઉદેપુર નગર પાલિકાની ચૂંટણી ઠેલાતા નેતાઓ અદૃશ્ય -કામો અટવાયાં | Chotaudepur Nagar Palika Election Leaders Stuck Invisible - Works | Times Of Ahmedabad

છોટાઉદેપુરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • કેટલાક તો ફોન પણ ઉઠાવતા ન હોવાની ફરિયાદો

છોટાઉદેપુર નગરમાં ચૂંટણી પાછી ઠેલાતા નેતાઓ દેખાતા જ નથી. પરિણામે પ્રજાની સેવા કરવાની કામગીરીમાં પણ ઘટાડો જણાઇ રહ્યો છે. છોટાઉદેપુર નગરમાં નગરપાલિકા ની 5 વર્ષની મુદત પૂર્ણ થઈ ગઈ 24 ફેબ્રુઆરી એ મુદત પૂર્ણ થતાં 28 જેટલા સભ્યો સત્તા વિહોણા બન્યા છે. જ્યારે હાલમાં નગરપાલિકા વહીવટદાર અને ચીફ ઓફિસરના હવાલે છે.

અને જ્યારે હજુ સુધી ચૂંટણી ક્યારે આવશે તેની કોઈ અણસાર જણાતા નથી. જેથી સેવાભાવી નેતાઓ પ્રજાની સેવા કરવા તત્પર રેહતા હતા. અને સોશિયલ મીડિયા ઉપર તેની નોંધ લેવાતી હતી. જે કામગીરીમાં ધટાડો જણાઈ રહ્યો છે. જ્યારે પ્રજા લક્ષી કામગીરી જ્યારે ચૂંટણી ના ભણકારા વાગે ત્યારેજ કરવાની હોય પછી નહિ એવા પ્રશ્નો પ્રજામાં ચર્ચાઈ રહ્યા છે.

છોટાઉદેપુર નગરપાલિકામાં કુલ 7 વોર્ડ છે. જેમાં કુલ 28 સભ્યો ચૂંટાય છે. અને ત્યારબાદ બોર્ડની રચના થાય છે. ચૂંટણી નજીક હોય ત્યારે અને ચૂંટણી દરમ્યાન પ્રજાલક્ષી સમસ્યાઓ હલ કરવા સત્તા ની અપેક્ષા રાખતા નેતાઓ પ્રજાની સેવા કરવા તુરંત આવી જાય છે. અને ફોન ઉપર તાત્કાલિક જવાબ આપે છે. પરંતુ હાલ ચૂંટણીની કોઈ શક્યતાઓ જણાતી નથી. હાલમાં છોટાઉદેપુર નગરમાં કચરા તથા પાણીની ગંભીર સમસ્યાઓમાંથી પ્રજા પસાર થઈ રહી છે. જો હાફેશ્વર પાણી યોજના નું પાણી નગરને ન મળ્યું હોત તો પાણી માટે ભારે વલખા મારીને રઝળપાટ કરવાનો વારો આવતો.

Related Posts: