સુરતમાં ખાનગી બસ-સિટી બસ વચ્ચે ટક્કર, બસ રસ્તા વચ્ચે મૂકી બન્ને ડ્રાઈવર મારામારી પર ઉતરી આવ્યા, ટ્રાફિકજામ સર્જાયો | A collision between a private bus and a city bus in Surat, both drivers put the bus in the middle of the road and got into a fight, resulting in a traffic jam. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Collision Between A Private Bus And A City Bus In Surat, Both Drivers Put The Bus In The Middle Of The Road And Got Into A Fight, Resulting In A Traffic Jam.

સુરત4 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ખાનગી બસ ચાલક અને સીટી બસ ચાલક વચ્ચે મારામારી - Divya Bhaskar

ખાનગી બસ ચાલક અને સીટી બસ ચાલક વચ્ચે મારામારી

સુરત મહાનગરપાલિકાની સિટી બસને લઈને સતત કોઈકની કોઈ ઘટના સામે આવતી રહે છે. હીરાબાગ સર્કલ પાસેથી પસાર થતું તે વખતે પ્રાઇવેટ બસ ચાલક અને સિટી બસના ડ્રાઇવર વચ્ચે મારામારી થઈ હતી. જેને લઈને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા.

સિટી બસના ચાલકે પ્રાઇવેટ બસના ડ્રાઈવરને માર્યો
હીરાબાગ સર્કલ પાસેથી સિટી બસ પસાર થઈ રહી હતી તે દરમિયાન ત્યાંથી પ્રાઇવેટ ટ્રાવેલ્સ પણ પસાર થઈ રહી હતી. પ્રાઇવેટ બસ ચાલકે સિટી બસ સાથે ટક્કર મારી હોવાની વાત સામે આવી છે. બસને ટક્કર મારતાની સાથે જ સિટી બસના આગળના કાચ પણ તૂટી ગયા હતા. ત્યારબાદ બન્ને બસચાલકો વચ્ચે ચાલી થઈ હતી અને વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. બન્ને ડ્રાઈવરો જાહેરમાં જ બાખડિયા હતા.

કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાશે
આપાગીગા ટ્રાવેલ્સ દ્વારા સિટી બસને ટક્કર મારવામાં આવતા બન્ને ડ્રાઈવર વચ્ચે માથાકૂટ થઈ હતી. સિટી બસના ડ્રાઈવરે સિટી બસના કોર્ડિનેટરને આ બાબતે જાણ કરી હતી. કોર્પોરેશન દ્વારા ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઈવર સામે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાની તજવીજ શરૂ કરી છે. અતિ વ્યસ્ત એવા હીરાબાગ સર્કલ પાસે અકસ્માત થતા ટ્રાફિક પણ થઈ ગયો હતો. મોટા વાહનો એકબીજા સાથે ટકરાતા રસ્તા ઉપર અન્ય વાહન ચાલકો માટે ખૂબ જ હાલાકી ઊભી થઈ હતી.