મુમુતપુરા બ્રિજના સ્પાન તૂટવા મામલે દૂર કરાયેલી કંપનીએ શહેરમાં બે જગ્યાએ ફૂટ ઓવરબ્રિજની કામગીરી મંજુર | The company removed in connection with the span of Mumutpura Bridge has been approved for the construction of foot overbridges at two places in the city. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Company Removed In Connection With The Span Of Mumutpura Bridge Has Been Approved For The Construction Of Foot Overbridges At Two Places In The City.

અમદાવાદ9 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઇ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક પ્રોજેકટ હાથ ધરવામાં આવે છે. શાહીબાગ વિસ્તારમાં આવેલા હનુમાન કેમ્પ મંદિરથી કેન્ટોનમેન્ટ બોર્ડ કેમ્પસમાં જવા તેમજ શાહીબાગ સ્વામિનારાયણ મંદિરથી BAPS હોસ્પિટલ તરફ જવા માટે ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. આ બ્રિજની ડિઝાઇન જેમાં વિવાદાસ્પદ કન્સલ્ટન્ટ એજન્સી મલ્ટીમીડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી છે. વિવાદાસ્પદ કંપની દ્વારા ડીઝાઇન કરવામાં આવી હોવા છતાં પણ ભાજપના રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ આ કંપનીની ડિઝાઇનને માન્ય રાખી અને આ કંપનીએ સૂચવેલા ભાવ મુજબ કોન્ટ્રાક્ટરને રૂ. 4.70 કરોડના ખર્ચે બંને બ્રિજ બનાવવા માટેની દરખાસ્ત આજે રોડ બિલ્ડીંગ કમિટીમાં મંજૂરી આપી દીધી છે.

રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે આજે મળેલી કમિટીમાં શહેરના શાહીબાગ આમાં હનુમાન કેમ્પ અને સ્વામિનારાયણ મંદિર પાસે ફૂટ ઓવરબ્રિજ બનાવવાની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે. મલ્ટીમીડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કન્સલ્ટન્ટ કંપની વિવાદમાં આવી હોવા છતાં પણ તેને મારી કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આઠ મહિના પહેલા આ કંપનીને કામગીરી ડિઝાઇન બનાવવાની સોંપવામાં આવી છે અને અમારા અધિકારીઓએ આ ડિઝાઇનને જોઈ અને ફાઇનલ કરી છે.

બોપલ મુમતપુરા બ્રિજનો સ્પાન ડિસેમ્બર 2021માં પડ્યો થયો હતો અને આ બ્રિજનો સ્પાન તૂટી પડ્યા બાદ કોન્ટ્રાક્ટર કંપની રણજીત બિલ્ડકોન અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સર્વિસ મલ્ટીમીડિયા પ્રાઇવેટ લિમિટેડની કામગીરી સામે સવાલ ઊભા થયા હતા. બે વર્ષ ઘટના બાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કમિશનર એક વર્ષ પહેલા આજ કંપનીને કામ આપ્યું હતું. આજે ભાજપની કમિટિ ડીઝાઇનને મંજૂરી આપી રહ્યા છે ત્યારે હવે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જે કંપનીને સરકારની હાઈ પાવર કમિટીએ બ્રિજ મામલે દૂર કરી હતી. તેને કેમ સાચવવામાં આવી રહી છે. ?

ગઈકાલે ગુરુવારે જ શહેરના 82 બ્રિજોમાં ઇન્સ્પેક્શન મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા આ કંપની સિવાય અન્ય એજન્સીને કામગીરી આપવા માટેની દરખાસ્તને મંજૂરી આપવામાં છતાં પણ કેમ ચેરમેન મહાદેવ દેસાઈ દ્વારા આ વિવાદ આસપાસ કામને મંજૂરી આપવામાં આવી છે તેના પર સવાલ ઉભા થયા છે. ભૂતકાળમાં પણ મહાદેવ દેસાઈએ શહેરના 82 બ્રિજો ની આ ઇન્સ્પેક્શન માટેની દરખાસ્તને મંજૂરી આપી દીધી હતી અને છેવટેસ્ટેન્ડિંગ કમિટી ને આ દરખાસ્તને રદ કરવી પડી હતી અને કમિશનરને કંપનીની નિમણૂક કરવા માટેની સત્તા સોંપવી પડી હતી.

શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા હનુમાન કેમ્પ મંદિરમાં દર્શ શનિવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા જતા હોય છે. એરપોર્ટ રોડ પર વીવીઆઈપી મોમેન્ટ વધુ હોય છે જેથી રોડ ક્રોસ કરી અને સામે જવામાં તકલીફ પડતી હોય છે. જ્યારે શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસ રોડથી દિલ્લી દરવાજા રોડ પર BAPS સ્વામિનારાયણ મંદિર પાસે આવેલી રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલથી BAPS હોસ્પિટલ તરફ જવા ખૂબ મોટી સંખ્યામાં લોકો અવર-જવર કરતા હોવાથી આ બંને જગ્યાએ ફૂટ ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો હતો જેના માટેની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં ઓછા ભાવનું પરંતુ અંદાજિત કરતા 19.31 ટકા વધુ ભાવનું યમુનેશ કન્સ્ટ્રકશન્સ નામની કંપનીનું ટેન્ડર મંજૂર થયું હતું.

બોપલના મુમુતપુરા બ્રિજનો સ્પાન તૂટી પડવાની ઘટનામાં વિવાદમાં આવેલી પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી મલ્ટીમીડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની આ પ્રોજેક્ટ માટે ડિઝાઇન કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ કંપનીને રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી હાઈ પાવર કમિટી દ્વારા બોપલના બ્રિજ મામલે કન્સલ્ટન્ટ એજન્સીમાંથી દૂર કરવામાં આવી હતી ત્યારે શહેરમાં જ્યાંથી નાના બાળકોથી લઇ વૃદ્ધ સહિતના હજારો લોકો રોડ પસાર કરવા માટે ફૂટઓવર બ્રિજ પરથી ચાલશે તેની ડિઝાઇન આ વિવાદાસ્પદ કંપનીએ બનાવી છે. જેના પત્ર મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા જે ભાવ ભરવામાં આવ્યો છે તે યોગ્ય દર્શાવ્યો છે જેથી આગામી શુક્રવારે મળનારી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં યમુનેશ કન્સ્ટ્રક્શનસને 19.31 ટકા વધુ ભાવથી રૂપિયા 4.70 કરોડના ખર્ચે બંને ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટે મંજૂરી આપવાની દરખાસ્ત આજે મંજુર કરી છે.

أحدث أقدم