વડોદરાના કરજણમા પરિણીતાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર હવસખોર સામે ફરિયાદ | Complaint against Hawassokhar who blackmailed married woman in Karjan, Vadodara | Times Of Ahmedabad

વડોદરા24 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

વડોદરાના કરજણમાં પરિણીતાને ફોટા પતિને મોકલી આપવાની અવારનવાર ધમકીઓ આપીને દુષ્કાર્મ આચારનાર હવસખોર સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. કરજણ પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ફોટા પાડી લીધા હતા

ત્રાસીને ફરિયાદ નોંધાવી
કરજણ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે કરજણમાં રૂબીના (નામ બદલ્યું છે) પતિ સહિત પરિવારજનો સાથે રહે છે. ત્યારે કરજણ જલારામ નગરમાં રહેતો વાસીમ સિકંદરસા દિવાન એક વર્ષ પહેલા રૂબીનાને અજમેર જઈને નિકાહ કરી લેવાની લાલચ આપીને લઈ ગયો હતો. અને તેની સાથે ફોટા પડાવ્યા હતા. અજમેરથી પરત ફર્યા બાદ રૂબીના એકલી ઘરે હોય ત્યારે તેના ઘરે પહોંચી જતો હતો અને રૂબીના સાથે પાડેલા ફોટા રૂબીનાના પતિને મોકલી આપવાની ધમકી આપીને દુષ્કર્મ આચારતો હતો.

કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
હવસખર વાસીમ દિવાન છેલ્લા વર્ષ દરમિયાન અવારનવાર રૂબીના ઘરે એકલી હોય ત્યારે પહોંચી જતો હતો અને પોતાની હવસ સંતોષતો હતો. વાસીમથી ત્રાસી ગયેલી પરિણીતા રૂબીના એ આખરે કરજણ પોલીસ મથકમાં વાસીમ દિવાન સામે ફરિયાદ નોધાવી હતી. કરજણ પોલીસે વાસીમ દીવાન સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

કરજણમા ચકચાર
કરજણમાં બનેલી આ ઘટનાએ કરજણ નગરમાં ભારે ચકચાર જગાવી મૂકી છે. હવસકોર આરોપી ઝડપાયા બાદ પોલીસ તપાસમાં અન્ય વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી

Previous Post Next Post