રાજકોટમાં રહેતી યુવતીની પતિ અને સાસુ દ્વારા હેરાન પરેશાન કરી માનસિક તેમજ શારીરિક ત્રાસ આપ્યાની ફરિયાદ | Complaint of harassment and mental and physical torture of a girl living in Rajkot by her husband and mother-in-law | Times Of Ahmedabad

રાજકોટ2 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

રાજકોટમાં માવતરે માતા-પિતાના ઘરે રહેતી 34 વર્ષીય પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.03.03.2023 ના રોજ 2 વાગ્યે માવતરે આવી ગયેલ છુ અને ઘરકામ કરુ છુ. મારા લગ્ન 08.12.2019 ના રોજ અમદાવાદના રહેવાસી જગદીશભાઈ પરમારના દિકરા નીરવભાઈ પરમાર સાથે અમારી જ્ઞાતિના રીત રીવાજ મુજબ થયેલા છે અને આ લગ્ન જીવનથી અમારે સંતાનમાં એક 2.5 વર્ષની દિકરી છે. જે હાલ મારી પાસે છે. અને લગ્ન બાદ અમો સંયુક્ત પરીવારમાં રહેવા ગયેલ હતા.

સાસુ મારી સાથે ઘરકામ બાબતે ઝઘડો કરતા
લગ્નના આઠ દિવસ બાદ મારા પતિ તેમની નોકરી પર જતા ન હોય જેથી મે મારા પતિને પુછેલ કે તમે નોકરી પર કેમ નથી જતા ત્યારે મારા પતિ એ મને કહેલ કે મારી નોકરી જતી રહેલ છે અને ડોઢેક મહીનો થતા 28.01.2020 સવારે 9 વાગ્યે મારા સાસુ સાવીત્રીબેન મારી સાથે ઘરકામ બાબતે મેણાટોણા મારતા અને કહેતા કે તારી માં એ તને કાંઇ ઘરકામ શિખવાડેલ નથી એ દરમ્યાંન હું પ્રેગનેન્ટ હોય અને મારે દવાખાને દેખાડવા જવુ હોય તો મારા સાસુ મને દવા ખાને જવા ન દેતા હોય અને મારી તબીયત સારી ન રહેતી હોય તેમ છતાં મારા સાસુ મારી સાથે ઘરકામ બાબતે ઝઘડો કરતા અને કહેતા કે તારા મા-બાપે તને કાઇ શીખડાવીયુ નથી.

પતિ મારી સાથે ઝગડો કરતો
​​​​​​​
તેમ કહી મને માનસીક ત્રાસ આપતા મે મારા પિયરમાં મારા ભાઇને ફોન કરેલ અને મારો ભાઇ ત્યાં આવી અને મારા સાસુને વાત કરતા મારા સાસુ મને દવાખાને લઇ ગયેલ અને બાદ મારું તા. 17.08.2020 શ્રીમત હોય જેથી મને મારા પિયરવાળા આવી અને મને તેડી ગયેલ બાદ બીજા દિવસે મારા પિતનો મને ફોન આવેલ અને કહેલ કે તુ ઘરનું કામ કર્યા વીના કેમ જતી રહેલ અને મને મનફાવે તેમ બોલવા લાગેલ. ત્યારબાદ મારે દિકરીનો જન્મ થતા મારા પતિ મને રોજ વિડીયો કોલ કરવાનું કહેતા અને એક દિવસ મારી તબીયત ખરાબ હોવાથી મે ફોન ન ઉપાડતા મારા પતિએ મારી સાથે ઝગડો કરેલ અને હું ચાર માસ મારા પિયરમાં રોકાયેલ.

સમાજના આગેવાનો દ્વારા સમાધાન બન્ને વચ્ચે સમાધાન કરાવ્યું
​​​​​​​
આ પછી અમોના સમાજના આગેવાનો દ્વારા સમાધાન બન્ને વચ્ચે સમાધાન કરાવેલ જેથી મારા પિત તથા મારા સાસરિયાવાળાઓ મને તેડી ગયેલબાદ થોડા દિવસ મને સારી રીતે રાખેલ બાદ મારા સાસુ મને બોલતા કે તારે સમાધાન કરીને આવવુ હતુ તો તે પાંચ માણસોને શું કામ ભેગા કર્યા મારા પપ્પા બિમાર હોવાથી મેં મારા પતિને અને સાસુને કહેલ કે મારે મારા પપ્પા બિમાર છે. એટલે મારે તેમની ખબર-અંતર પુછવા જાવુ છે તો મારા પતિએ કાંઈ પણ જવાબ આપેલ નહીં આજ જાશુ કાલ જાશુ તેમ કહેતા હોય અને મારા સાસુ બોલવા લાગેલ કે રાજકોટ નજીક નથી. પછી હું મારા પિતાની ખબર-અંતર પુછવા માટે આવેલ નહીં.

181 મહીલા હેલ્પ લાઈનમાં ફોન કર્યો

આ પછી મારા પિતાજી તા. 06.09.2022 રોજ નિધન થય ગયેલ હોવાથી મારા ઉપર ફોન આવેલ કે તારા પિતાનુ નિધન થયેલ છે. બાદ મેં મારા પતિને વાત કરેલ કે મારા પપ્પાનુ નિધન થઈ ગયું છે. તો આપણે જવું છે. તો મારા પતિએ હા પાડી અને હું મારો પિત તથા મારા સાસુ ત્રણેય અહીં રાજકોટ આવ્યા હતા. બાદ હું 12 દિવસ રોકાયેલ બાદ બારમામાં મારા સાસુ અને મારો પતિ આવેલ હોય અને તેમની સાથે હું સાસરીયામા પરત આવેલ બાદ થોડા દિવસ પછી મારા પતિની તબિયત ખરાબ થયેલ અને મારા પતિને લોહીની ઉલટી થવા લાગેલ જેથી અમો તેમને હોસ્પીટલે લઈ ગયેલ ત્યારે ડો. તેમને હાલવા ચાલવાનું કહેલ તો હું તેમને ચલાવતી તો તે કહેતા કે મારાથી હુલાતું નથી અને મારા ઉપર હાથ ઉપાડી લીધો અને મે 181 મહીલા હેલ્પ લાઈનમાં ફોન કરેલ અને ગાડી અમોના ઘરે આવેલ હતી.

પતિ અને સાસુ અવારનવાર પરેશાન કરી માનસીક ત્રાસ આપતા
​​​​​​​
મારા પતિ તથા સાસુને સમજાવેલ અને બીજા દિવસે તા. 03.03.2023 ના મારા ભાઇ મારા ઘરે આવેલ ત્યારે મારા ભાઇને પણ ગાળો આપેલ જેથી મારા ભાઇ મને તથા મારી દિકરીને તેડી સવારે 8 વાગ્યે તેડી ગયેલ અને ત્યાર બાદથી હું મારા પિયરમાં છુ. મારા પતિ તથા સાસુ મને અવાર નવાર હેરાન પરેશાન કરી માનસિક શારિરીક દુ:ખ ત્રાસ આપતા હતા અને મારે મારા પતિ સાથે રહેવુ ન હોય અને મને મારા લગ્નજીવન દરમ્યાન મારા પતિ તથા સાસુ શારીરીક માનસીક દુ:ખ ત્રાસ આપેલ હોય જેથી મારા પતિ નિરવભાઇ જગદિશભાઇ પરમાર, સાસુ સાવીત્રીબેનવા જગદિશભાઇ પરમાર વિરૂધ્ધ મારી ફરીયાદ છે..

أحدث أقدم