આણંદના ઈસ્માઈલનગરમાં રહેતા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ | A complaint was registered against three persons living in Ismailnagar, Anand | Times Of Ahmedabad

આણંદ16 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

આણંદ શહેરના ઇસ્માઇલનગર ખાતે રહેતા પાંચ ભાઇમાં એક ભાઇની દીકરી સાથે સંબંધ રાખવા બાબતે યુવકને ઠપકો આપ્યો હતો. જેના કારણે થયેલા ઝઘડામાં ચપ્પાના ઘા ઝીંકવાનો બનાવ બનતાં પોલીસે ત્રણ શખસ સામે ગુનો નોંધ્યો છે.

આણંદના ઇસ્માઇલનગર ખાતે રહેતા સત્તારશા યુસુફશા દિવાન કડિયાકામ કરે છે અને તેઓ પાંચ ભાઇ છે. જેમાં તેમના મોટા ભાઇની દીકરીને નજીકમાં રહેતા બિલાલશા સુબરાતીશા દિવાનના પુત્ર મોઇનને સંબંધ હતો. આ સંબંધ અંગે મોઇનને ઠપકો આપી સમજાવ્યો હતો. જેની અદાવત રાખી 8મીના રોજ સાંજના સાડા દસેક વાગ્યાના સુમારે સત્તાર અને તેનો ભાઇ લતીફ ઘર આગળ હતાં, તે વખતે બિલાલશા સુબરાતશા દિવાન, સુબરાતશા અને મહેબુબશા સિકંદરશા દિવાન (રહે. હિના સોસાયટી) ધસી આવ્યાં હતાં. તેઓએ મારા છોકરાને કેમ બદનામ કરો છો ? તેમ કહી અપશબ્દ બોલી ઝપાઝપી કરી માર મારવા લાગ્યાં હતાં. જેમાં બિલાલે ચપ્પાનો ઘા સત્તારને મારી દીધો હતો. આ ઉપરાંત અલ્તાફને પણ હાથ પર ચાકુ વાગી ગયું હતું. જ્યારે વચ્ચે પડેલા યુસુફશા દિવાનને પણ એક ઘા વાગ્યો હતો. આ ઝઘડાની બુમાબુમથી આસપાસના લોકો ધસી આવતાં ત્રણેય જતાં રહ્યાં હતાં. બીજી તરફ ઘવાયેલા કાકા – ભત્રીજાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

આ અંગે સત્તારની ફરિયાદ આધારે શહેર પોલીસે બિલાલ સુબરાત દિવાન, સુબરાત દિવાન અને મહેબુબ સિકંદર દિવાન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

أحدث أقدم