- Gujarati News
- Local
- Gujarat
- Dangs
- A Complaint Was Registered Of Betrayal By The Agent In The Indian Post Account At Waghai By Not Depositing The Money Of The Customers
ડાંગ (આહવા)4 કલાક પહેલા
- કૉપી લિંક

વઘઈ પોસ્ટ ઓફિસમાં આર. ડી. (ડેઇલી રિકરિંગ) એજન્ટ તરીકે કામ કરતા મહિલા એજન્ટના લગ્ન મુંબઈ ખાતે થતાં તેઓએ વઘઈ ખાતે આ કલેક્શનનું કામ કરવા માટે કાજલ નામની મહિલાને 4000ના માસિક પગારથી ડેઇલી કલેક્શન કરવા માટે રાખી હતી. જે એજન્ટ નિયમિત કલેક્શન કરી કરેલું કલેશન જમાં કરી દેતી હતી. કાજલબેન દ્વારા નિયમિત કલેક્શન જમાં કરાવી દેતા ભારતીબેનને તેમના ઉપર વિશ્વાસ મૂકી પોસ્ટમાં પૈસા જમાં કરાવવાની કામગીરી સોંપી હતી.
ત્યાર બાદ ઓક્ટોબર 2022માં એક ગ્રાહકના પોસ્ટમાં છ મહિનાથી પૈસા જમાં ના થતાં તેમણે ભારતીબેનને જણાવતા ભારતીબેન વઘઈ ખાતે આવી કાજલબેન પાસે કરેલા કલેક્શનનો હિસાબ માંગતા હિસાબ આપવામાં ગલ્લા તલ્લા કરતા ભારતી બેનને તેમના પર શંકા ગઈ હતી. જેથી તેમણે પોસ્ટ ઓફિસમાં જઈ તપાસ કરતા કાજલબેન દ્વારા કુલ રૂ. 11,41,700 લાખની રકમ પોસ્ટમાં જમાં નહિ કરવી ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ એજન્ટ ભારતી રઘુનાથ બાગુલે વઘઈ પોલીસ સ્ટેશનમાં કાજલબેન અશ્વિન ભાઈ પટેલ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.