લુંસિકૂઈ પર ટ્રાફિકજામની ફરિયાદ વધતા પાલિકાએ સ્ટ્રીટ વેન્ડરો માટે નિયમો બનાવી પટ્ટા બનાવ્યા, લારીધારકો સાનમાં ન સમજે તો પાલિકા લારી કબજે કરશે | Complaints of traffic jams on Lunsikui are increasing, the municipality has made rules for street vendors and made belts, if the lorry holders do not understand, the municipality will seize the lorry. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Complaints Of Traffic Jams On Lunsikui Are Increasing, The Municipality Has Made Rules For Street Vendors And Made Belts, If The Lorry Holders Do Not Understand, The Municipality Will Seize The Lorry.

નવસારીએક કલાક પહેલા

  • કૉપી લિંક

નવસારી શહેરમાં સ્ટ્રીટ ફૂડ માટે લુંસીકુઈ મેદાનની ફરતે ઉભા રહેતા લારી ધારકો વર્ષોથી ધંધો કરે છે.પરંતુ થોડા દિવસોથી રાત્રિના સમયે ટ્રાફિક જામની સમસ્યા વકરી છે. જેની ફરિયાદ પાલિકા પાસે પહોંચતા પાલિકાએ લુંસીકુઈ સર્કલ સામેના વિસ્તારમાં પટ્ટા ખેંચી લારી ધારકોને નિયંત્રિત કર્યા છે.

સાંજના સમયે લુંસીકુઈ વિસ્તારમાંથી પસાર થવું હોય તો રાહદારીઓને મુશ્કેલી પડે છે. નાસ્તો કરવા આવતા ગ્રાહકો વાહનો ગમે તેમ પાર્ક કરતા હોય છે. જેને કારણે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેની ફરિયાદ પાલિકા પાસે પહોંચતા પાલિકાએ લારીધારકોને ઊભા રહેવા માટે નિયત કરેલી જગ્યામાં પટ્ટા પાડી દીધા છે જેને કારણે ટ્રાફિકની સમસ્યા મહદંઅંશે હલ થશે.

નવસારી વિજલપોર હદ વિસ્તારમાં આવેલ લુન્સી કુંઈ ખાતે ખાણીપીણીની લારીઓ પર આવતા ગ્રાહકો પોતાના વાહન રોડ પર પાર્ક કરે છે. જેથી ટ્રાફિક પોલીસ દ્વારા પણ આ મામલે પાલિકાને ફરિયાદ કરી હતી.ત્યારે 2 તારીખે પાલિકાએ 10 ફૂટ પર પટ્ટા પાડીને લારી ધારકોને નિયત કરેલી જગ્યા આપી હતી જેથી નિયમનો અમલ ન કરતા વેપારીઓની 6 લારી પાલિકાએ ઊંચકી લીધી હતી.આજે લારીધારક વેપારીઓ આજે પાલિકા પ્રમુખને મળવા માટે પાલિકા આવ્યા હતા જેમાં તેમની માંગ છે કે 10 ફૂટની જગ્યાએ તેમને 15 ફૂટ જગ્યા ફાળવવામાં આવે.

أحدث أقدم