દાહોદમાં દબાણ હટાવ કામગીરી સામે કોંગ્રેસના ધરણા,વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માંગ | Congress sit-in against pressure relief operation in Dahod, demand alternative arrangements for traders | Times Of Ahmedabad

દાહોદ34 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ નગરપાલિકા ચોક ખાતે વેપારીઓના સમર્થનમાં આવી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ સાથે વિરોધ પ્રદશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

પાલિકા સામે કોંગ્રેસના વિવિધ આક્ષેપો આજરોજ દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ નગરપાલિકા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દાહોદમાં સ્માર્ટ સિટી અંતરગ્રત દુકાનો તોડી પાડવામાં આવી છે અને પાલિકા સામે આક્ષેપો કરવામાં આવ્યા હતાં કે, છેલ્લા 35 વર્ષથી દાહોદ નગરપાલિકામાં ભગવો લહેરાય છે. અને એમના જ પ્રમુખોએ દાહોદમાં ગેરકાયદેસર જગ્યાઓના કરોડો રૂપિયા ઉઘરાવી કરોડો રૂપિયાનું ટેક્સ ઉઘરાવીને ખોટી રીતે દાહોદ નગરના વેપારીઓને ખોટી રીતે દુકાનો આપી હતી.

વૈકલ્પિક વ્યવસ્થા વિના કેમ દુકાનો તોડી પડાઈ? સ્માર્ટ સીટી અંતર્ગત ખોટી રીતે દુકાનો તોડી પાડવામાં આવી છે અને એ વેપારીઓનો કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર એમની દુકાનો તોડી પાડવામાં આવી છે.જેથી જે દુકાનો તોડી પાડવામાં આવી છે એ દુકાનોમાં કામ કરી મજૂરી મેળવતા હતા એ લોકો બેરોજગાર બન્યા છે ત્યારે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માંગણી કરવામાં આવે છે કે જે દુકાનો તોડી પાડવામાં આવી છે એ વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે. જાે વહેલામાં વહેલી તકે દાહોદ નગરપાલિકા વેપારીઓના પડખે ઊભી નહીં રહે અને એમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં નહીં આવે તો આવનાર સમયમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભુખ હડતાલ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

أحدث أقدم