ભરૂચ25 મિનિટ પહેલા
- કૉપી લિંક
તાજેતરમાં ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલૉજી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ તેમજ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સ્ટેમ ક્વીઝ 2.0 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક તાલુકામાંથી 10-10 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચના સ્પર્ધકોએ પણ ભાગ લીધો હતો અને ટેબ્લેટ, ટેલિસ્કોપ, રોબોટિક કીટ, અને ડ્રોન જેવા ઇનામો મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું હતું, જે તમામ સ્પર્ધકોને પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર સંસ્થાના નિયામક જાગૃતિ પંડ્યા, દિનેશભાઈ પંડ્યા તથા સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યાં છે.