આણંદના ઓડ ગામે અમૂલના સીમેન સેન્ટરમાં આખલાએ ભારે ગોથું મારતા કોન્ટ્રાક્ટ કર્મચારી એંગલમાં જ ફસડાઈ પડ્યો , ઘટના સ્થળે જ મોત નિપજ્યું | A contract worker got trapped in the angle while a bull was driving a heavy load at Amul's Seaman Center in Aud village in Anand, died on the spot. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • A Contract Worker Got Trapped In The Angle While A Bull Was Driving A Heavy Load At Amul’s Seaman Center In Aud Village In Anand, Died On The Spot.

આણંદ6 કલાક પહેલા

  • કૉપી લિંક

આણંદના ઓડ ગામે અમૂલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશનમાં આવેલ ઈ શેડમાં સવારના સમયે સીમેન કલેક્ટ કરી આખલાને છોડાવવા જઈ રહેલા યુવકને આખલાએ એકદમ ગોથું મારતા યુવક એંગલમાં ફસાઈ જતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ અંગે ખંભોળજ પોલીસે અપમૃત્યુ નોંધ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ તાલુકાના ઓડ ગામમાં આવેલા નોખા સીમમા રહેતો 27વર્ષીય છત્રસિંહ ઉર્ફે મહેશભાઈ ઇશ્વરભાઇ સોલંકી દોઢ વર્ષથી અમૂલ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એસોસિયેશનમાં કોન્ટ્રાક્ટ તરીકે નોકરી કરતો હતો.સોમવારે સવારના સાડા છ વાગ્યાના સમયે તે રિસર્ચ સેન્ટરમાં આવેલા ઈ શેડમાં આખલાના સિમેન કલેક્ટ કરીને આખલાને છોડાવા જતો હતો. તે સમયે આખલાએ એકદમ છત્રસિંહને ગોથું મારતા છત્રસિંહ એંગલ માં ફસાઈ જતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

મહત્વનુ છે કે આ ઘટનાને લઈને આજુબાજુના કર્મચારીઓ દોડી આવ્યાં હતાં. બાદમાં તેઓએ ખંભોળજ પોલીસ મથકે જાણ કરતાં પોલીસ ની ટીમ ઘટના સ્થળે આવી ગઈ હતી અને મૃતક છત્રસિંહ સોલંકીના મૃતદેહનો કબજો લઈ જરૂરી કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.આ અંગે ઈશ્વરભાઈ સોમાભાઈ સોલંકી ની ફરિયાદના આધારે પોલીસે અપમૃત્યુ નોંધ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.