الثلاثاء، 16 مايو 2023

પાટણ શહેરમાં સરાજાહેર યુવકની હત્યા મામલે ઝડપાયેલા બંને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ | Court approves three-day remand of both accused arrested in Patan city in connection with murder of Sarajaher youth | Times Of Ahmedabad

પાટણ18 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ શહેરમાં ચકચાર મચાવનાર પ્રેમિકાના ભાઈ વિષ્ણુજી ઠાકોર અને તેના સાગરિત અલ્કેશ ભાટિયા દ્વારા રાહુલ ઠાકોર નામના પ્રેમી ની છરી મારી કરાયેલ હત્યાના બનાવમાં પાટણ એલસીબી પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બંને આરોપીને ઝડપી પાટણ એ ડિવિઝન પોલીસ ને સોપવામાં આવ્યા હતા.

ત્યારે બનાવની ગંભીરતા ને ધ્યાનમાં લઈને બંને આરોપી વિષ્ણુજી ઠાકોર અને તેના સાગરીત અલ્કેશ ભાટિયાને મંગળવારે બનાવની તપાસ કરનાર એ ડિવિઝન પીઆઈ આર એમ પરમાર દ્વારા પાટણ કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ માંગતા પાટણ કોર્ટના જજ જાની દ્વારા બંન્ને આરોપીના તારીખ 19 મે બપોરના 3-00 વાગ્યા સુધી ના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું ગુનાની તપાસ કરી રહેલા એ ડિવિઝન પીઆઈ આર એમ પરમારે જણાવ્યું હતું.

પાટણ કોર્ટ દ્વારા બંને આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હોય બંને આરોપીની સધન પૂછપરછ હાથ ધરી ગુનાની સત્યતાને બહાર લવાશે તેવું તપાસ કરનાર એ ડિવિઝન પીઆઈ આર એમ પરમારે જણાવ્યું હતું.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.