અદાણી ગેસની એજન્સીની ડીલર શિપ આપવાના બહાને ઓનલાઇન ફ્રોડના કેસમાં આરોપીની રેગ્યુલર જામીન અરજી કોર્ટે નામંજૂર કરી | Court rejects regular bail application of accused in online fraud case on the pretext of giving dealer ship of Adani Gas agency | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Court Rejects Regular Bail Application Of Accused In Online Fraud Case On The Pretext Of Giving Dealer Ship Of Adani Gas Agency

વલસાડ3 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના વાપી રહેતા એક બિલ્ડરે નવો ધંધો શરૂ કરવા અદાણી ગેસ કંપનીની ડીલર શિપ મેળવવા વેબસાઈડ ઉપર સર્ચ કર્યું હતું. જે વેબસાઈડ ધારાકે બિલ્ડરની તમામ વિગતો મેળવી અદાણી ગેસ કંપનીની ડીલર શિપ મેળવવા જરૂરી ફોમ સહિતની વિગતો ઈમેલ વડે મોકલાવી હતી. ફ્રી પ્રોસેસ અને અન્ય પ્રોસેસના નામે વાપીના ઉદ્યોગ પતિને ઇમેલના માધ્યમથી રૂપિયાની માંગણી કરતા હતા. જેથી બિલ્ડરે અલગ અલગ ખાતામાં ઓનલાઇન રૂપિયા ટ્રાંજેક્સન કર્યા હતા. જેમાં વલસાડ સાઇબર ક્રાઇમની ઝીણવટ ભરી રીતે ચેક કરતા ગુનામાં સંડોવાયેલા અમિતકુમાર કૌશલ કિશોરે આજે વલસાડની સેશન્સ કોર્ટમાં જેલમાંથી મુક્ત થવા આરોપીએ અમિતકુમાર કૌશલ કિશોરે જેલમાંથી મુક્ત થવા કરેલી જામીન અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની અસર કારક દલીલોને ગ્રાહ્ય રાખીને સેશન્સ કોર્ટના જજ ટી વી આહુજાએ આરોપીની જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો હતો.

વલસાડ જિલ્લાના વાપી ખાતે રહેતા જાણીતા બિલ્ડરે અન્ય વ્યવસાય શરૂ કરવા ઓનલાઇન સર્ચ કરતા એક સુપ્રસિદ્ધ અદાણી ગેસ કંપની સાઈડ ઉપર જઈને સર્ચ કરતા તે કંપનીની વાપી અને વલસાડ જિલ્લામાં ડીલર શિપ આપવાની બાકી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી બિલ્ડરે અદાણી ગેસ કંપનીની એજન્સી માટે ફોમ ભર્યું હતું. અને બિલ્ડરે ઈમેલ ID સહિતની જાણકારીઓ મોકલાવી હતી. વેબસાઈડ યુઝરે ઈમેલ વડે બિલ્ડરને જાણીતી કંપનીની વાપીમાં ગેસ ડીલર શિપ માટેનું ફોમ મોકલાવ્યું હતું. જેથી બિલ્ડરને વધુ વિશ્વાસ આવ્યો હતો. જેથી ઓનલાઇન ફોમ ફી અને અલગ અલગ 13 જેટલી પ્રોસેસ ફિઓ ભરી હતી. અને બિલ્ડર વિદેશ કામ અર્થે ગયા હતા. ત્યાંથી પરત આવ્યા બાદ ગેસ કંપનીમાં સર્ચ કરતા બિલ્ડર અદાણી ગેસ કંપનીની ફેક વેબસાઈડનો શિકાર બન્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સાઇબર ક્રાઈમ પોલીસ મથક વલસાડનો સંપર્ક કરીને વિગત જણાવી હતી. સાઇબર ક્રાઈમ પોલીસે ફેક વેબસાઈડનો શિકાર બનનાર બિલ્ડરની 94.20 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સાઇબર ક્રાઈમ પોલીસની ટીમે અલગ અલગ વિસ્તરોમાં તપાસ હાથ ધરી હતી. તે કેસમાં સંડોવાયેલ આરોપી અમિતકુમાર કૌશલ કિશોરની સાઇબર ક્રાઇમની ટીમે ધરપકડ કરી હતી. તે આરોપી અમિતકુમાર કૌશલ કિશોરે આજે વલસાડની સેશન્સ કોર્ટમાં જેલમાંથી મુક્ત થવા કરેલી જામીન અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની અસર કારક દલીલોને ગ્રાહ્ય રાખીને સેશન્સ કોર્ટના જજ ટી વી આહુજાએ આરોપીની જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો હતો.

أحدث أقدم