જૂનાગઢમાં એક ગાયનું મોત થતા પૂર્વ શાસક પક્ષના નેતાએ કહ્યું- પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા લોકો પર મનપા કડક કાર્યવાહી કરે | A cow died in Junagadh, the leader of the former ruling party said - Manpa should take strict action against those who produce banned plastic. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • A Cow Died In Junagadh, The Leader Of The Former Ruling Party Said Manpa Should Take Strict Action Against Those Who Produce Banned Plastic.

જુનાગઢ35 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જૂનાગઢ મનપા દ્વારા્ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. તેમ છતા છાને ખૂણે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ અને ઉપયોગ થઈ રહ્યો છે. જેના કારણે અબોલ પશુઓને જીવ પણ જઈ રહ્યો છે. આજે જૂનાગઢમાં પ્લાસ્ટિક ખાઈ જવાના કારણે એક ગાયનું મોત થયાનું સામે આવ્યું છે.

ભાજપના પૂર્વ મહામંત્રી અને પૂર્વ શાસક પક્ષ નેતા નિર્ભય પુરોહિત એ જણાવ્યું હતું કે લોકો જે જાહેરમાં પ્લાસ્ટિક અને કચરો ફેંકે છે જેના હિસાબે અબોલ પશુના જીવ જાય છે. જૂનાગઢમાં પ્લાસ્ટિક ખાવાના લીધે ગાયનું મોત થયું હતું. આ ગાયને સારવાર આપવા છતાં પણ આફરો ચડવાના કારણે અને પુષ્કળ પ્રમાણમાં પ્લાસ્ટિક ખાવાના કારણે ગાયનું મૃત્યુ થયું હતું

ત્યારે નિર્ભય ભાઈ પુરોહિતે કોર્પોરશનને વિનંતી કરતા જણાવ્યું હતું કે જે પ્લાસ્ટિક ઝુંબેશ મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ પ્લાસ્ટિક ઝુંબેશ માં જે જગ્યાએથી પ્લાસ્ટિક ઉત્પાદન કરવામાં આવે છે તે જગ્યા પર પ્લાસ્ટિક ઉત્પાદનમાં પ્રતિબંધ મૂકવો જોઈએ. અને જે પ્લાસ્ટિકના ઉત્પાદન કરતા ઓછી તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. નાના નાના વેપારીઓ પણ પ્લાસ્ટિકને સંતાડી લેતા હોય છે મહેરબાની કરી આવા પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરો.

Previous Post Next Post