દુબઈનાં બુકીઓ સુધી સટ્ટાનાં કરોડો રૂપિયા ફ્લોક્સી પેમેન્ટથી પહોંચતાં હતા,ઓનલાઈન વ્યવહારોનો છેડો ‘મહાદેવ બુક’ સુધી પહોંચ્યો | Crores of betting rupees reached Dubai bookies through Floxi payment, online transactions end up at 'Mahadev Book' | Times Of Ahmedabad

ગાંધીનગર4 કલાક પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં ફ્લેટ ભાડે રાખીને ક્રિકેટ સટ્ટો રમાડવાનું આંતરરાજ્ય કૌભાંડ એલસીબીની ટીમે ઝડપી પાડ્યું હતું. સટ્ટો રમાડી રહેલા 17 પંટરોની ધરપકડ કરી પોલીસે સંખ્યાબંધ મોબાઈલ, લેપટોપ અને હિસાબના ચોપડાં કબજે કર્યા હતા. જેમાંથી અંદાજે 100 કરોડથી વધુના વ્યવહારોના ભેદ પોલીસે ઉકેલ્યા હતા, પરંતુ તેનાથી અનેક ગણા હિસાબો ઉકેલવા પોલીસ મથી રહી છે. કારણ કે, તમામ ઓનલાઈન વ્યવહારોનો છેડો ‘મહાદેવ બુક’ સુધી પહોંચે છે. અલગ-અલગ ડિવાઈસમાંથી મહાદેવ બુકમાં ભેગો થયેલો સમગ્ર ડેટા ફ્લોક્સી પે નામની એપમાં સ્ટોર થતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાંચ જેટલા લેપટોપ અને 50થી વધુ મોબાઈલ ડેટાનો એનાલિસીસ કરવામાં આવ્યો છે. આ ડેટામાં જાણવા મળ્યું છે કે, મોબાઈલ નંબરની જેમ બુકી દ્વારા બેન્ક એકાઉન્ટ પર સતત નવા બનતા હતા. રોજ એક નવું એકાઉન્ટ બનતું હતું અને આ એકાઉન્ટમાં નાણાં જમા થયા બાદ ફ્લોક્સી પે એપ મારફતે વોલેટમાં જમા થતું હતું. વોલેટમાં પહોંચ્યા બાદ આ હિસાબો દુબઈ પહોંચી ગયા હોવાનું બહાર આવ્યું છે.

દેશના વિવિધ રાજ્યોમાંથી જમા થયેલા નાણાં દુબઈ પહોંચાડવા માટે ક્રિપ્ટો કરન્સી સહિતની સુવિધા આ એપમાં ઉપલબ્ધ છે. પોલીસે સાઈબર એક્સપર્ટ્સની મદદથી એપના હિસાબો ઉકેલવા કવાયત હાથ ધરી હતી. જો કે આ એપ ખૂબ એડવાન્સ છે, જેના કારણે તેના યુઝર આઈડી અને પાસવર્ડ સતત બદલાયા કરે છે. વળી, ક્યારેક લોગ ઈન થયા બાદ બે મિનિટ સુધી કોઈ એક્ટિવિટી ન થાય તો એપ હેન્ગ થઈ જાય છે.

ગાંધીનગરમાં બેસીને સટ્ટો રમાડતાં પંટરોને દુબઈથી રોજ નવા યુઝર આઈડી અને પાસવર્ડ મળતા હતા. દુબઈમાંથી આ કૌભાંડ ચલાવનારા સૂત્રધારને સકંજામાં લેવા પોલીસ પુરાવા એકત્ર કરી રહી છે, પરંતુ મહાદેવ બુક નામથી સમગ્ર દેશમાં સટ્ટો ચલાવનારી ટોળકીની ફ્લોક્સી પે એપ બ્લેક હોલ સમાન સાબિત થઈ રહી છે, જ્યાં પહોંચીને તમામ ડેટા બ્લેકહોલમાં પહોંચી જાય છે અને કોઈ છેડો મળતો નથી. અગાઉ પોલીસે ઝડપાયેલા 17 આરોપીના પાંચ દિવસના રીમાન્ડ લીધા હતા.આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, ખોટા પુરાવા અને દસ્તાવેજોના આધારે ભૂતિયા કંપની ઊભી કરીને તેના નામે બેંકમાં એકાઉન્ટ ખોલાવી તે ખાતા વડે સટ્ટાનું ઇન્ટરનેશનલ રેકેટ દુબઇથી ઓપરેટ કરવામાં આવતું હતું. આ કેસના સૂત્રધાર સુધી પહોંચવા અને કરોડો રૂપિયાની હેરાફેરીનો ભેદ ઉકેલવા પોલીસે ચાર આરોપીઓના વધુ ત્રણ દિવસના રીમાન્ડ મેળવ્યા હતા.

જો કે આ પંટરોને ઓપરેટર કરનારા રાજસ્થાનના રવિ માળી (મારવાડી),જીતુ માળી તથા સુનિલ પકડાયા નથી.પોલીસનું માનવું છે કે, રાજસ્થાનના ત્રણ વોન્ટેડ આરોપીઓ માત્ર મહોરું છે. દુબઈમાં બેસીને મોટું કૌભાંડ આચરનાર સૂત્રધાર સુધી પહોંચવા માટે મહાદેવ બુક અને ફ્લોક્સી પેના ડેટા ઉકેલવા જરૂરી છે.

આ આખા પ્રકરણમાં સટ્ટાનું નેટવર્ક એકદમ હાઈટેક ટેકનીકથી ચાલતું હતું. જેમાં દુબઈ બેઠેલા મેઇન બુકીઓ ક્રિકેટ સટ્ટા ની એપ્લિકેશન એક્ટિવ કરીને બેસતા હતા. એટલે રાજ્યભરના સટોડિયા એમાં લોગીન કરીને સટ્ટો રમતાં હતાં. પરંતુ આ ક્રિકેટ સટ્ટાની એપ્લિકેશન એટલી એડવાન્સ ટેકનોલોજી વાળી છે કે, કોઈ સટોડિયો માત્ર બે ત્રણ મિનિટ માટે પણ ઓનલાઈન આઈડિયલ થઈ જાય તો આપોઆપ દુબઈના મેઇન બુકીઓ સાથે સંપર્ક તૂટી જાય જાય છે. જે પછી ફરીવાર એપ્લિકેશનમાં કોઈ જાતની ગતિવિધિ જોવા મળતી નથી.

أحدث أقدم