No results found

    વડોદરામાં ડે. મ્યુનિ. કમિશનરે અધિકારીને સાથે રાખી જ્યુબેલી બાગની મુલાકાત લીધી, બાગને પુનઃર્જિવીત કરવા કવાયત હાથ ધરાશે | Day in Vadodara. Mun. Commissioner accompanied the officer and visited, Jubilee garden will be transformed | Times Of Ahmedabad

    વડોદરા6 કલાક પહેલા

    • કૉપી લિંક
    અસામાજિક તત્વોનો અડ્ડો બનેલા જ્યુબેલી બાગની કાયાપલટ થશે - Divya Bhaskar

    અસામાજિક તત્વોનો અડ્ડો બનેલા જ્યુબેલી બાગની કાયાપલટ થશે

    વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરની મધ્યમાં આવેલા જ્યુબેલી બાગની કાયાપલટ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે પાર્કસ એન્ડ ગાર્ડનના અધિકારીને સાથે રાખી મુલાકાત લીધી હતી.

    પાલિકાએ ધ્યાન ન આપ્યું
    વડોદરા શહેરની મધ્યમાં ગાંધીનગર ગૃહની પાછળ વર્ષો જુનો જ્યુબેલી બાગ આવેલો છે. આ બાગમાં ન્યાય મંદિર, રાવપુરા વિસ્તારમાં ફરવા આવતા લોકો ફરવા જતા હતા. હજુ પણ કેટલાંક લોકો આ બાગમાં બેસવા જતા હોય છે. જેમાં ખાસ કરીને સિનિયર સિટીઝન લોકો બેસવા જતા હોય છે અને પોતાનો સમય પસાર કરતા હોય છે. પરંતુ, છેલ્લા કેટલાંક વર્ષોથી પાલિકા દ્વારા આ બાગની નિભાવણી કરવામાં આવતી ન હોવાથી અને કોઇ દેખરેખ રાખનાર પણ નથી.

    ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને પાર્કસ્ એન્ડ ગાર્ડનના અધિકારીએ મુલાકાત લીધી

    ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને પાર્કસ્ એન્ડ ગાર્ડનના અધિકારીએ મુલાકાત લીધી

    બાગમાં જવાનું ટાળે છે
    મળેલી માહિતી પ્રમાણે સાંજ કેટલાંક અસામાજિક તત્વોનો પણ આ બાગ અડ્ડો બની ગયો છે. જેના કારણે ન્યાય મંદિર વિસ્તારમાં તેમજ રાવપુરા વિસ્તારમાં ફરવા માટે આવતા લોકો હવે આ બાગમાં જવાનું ટાળતા હોય છે.

    બાગની બહાર વેપારીઓનો અડ્ડો
    મળેલી માહિતી પ્રમાણે આ બાગની ફરતે આવેલી ફેન્સિંગ ઉપર વેપારીઓએ પણ મહિલાઓના કપડાં વેચવા માટે અડ્ડો જમાવી દીધો છે. આ બાગ શહેરની શોભા વધારતું હતું. પરંતુ, પાલિકાની નિષ્કાળજીના કારણે આ બાગ બિનઉપયોગી જેવો બની ગયો છે. જોકે, આ બાગને પુનર્જિવીત કરવા માટે કોર્પોરેશન દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

    જ્યુબેલી બાગની અંદરનો નઝારો

    જ્યુબેલી બાગની અંદરનો નઝારો

    આજે મુલાકાત લીધી
    વડોદરા કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિએ આજે પાર્કસ એન્ડ ગાર્ડનના અધિકારી મંગેશ જયશ્વાલને સાથે રાખી જ્યુબેલી બાગની મુલાકાત લીધી હતી. જે સમયે તેઓએ મુલાકાત લીધી હતી. તે સમયે બાગમાં એક પણ સહેલાણી ન હતો. જેનું કારણ એ હતુ કે, બાગ બેસવા લાયક રહ્યો નથી. જોકે, બાગની મુલાકાત લીધા બાદ ડેપ્યુટી કમિશનરે બાગની કાયાપલટ કરવાની વાત કરી છે.

    ટૂંક સમયમાં કામગીરી હાથ ધરાશે
    ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, શહેરની મધ્યમાં આવેલો જ્યુબેલી બાગ લોકોને બેસવા અને હરવા ફરવા માટે સુંદર બાગ છે. આ બાગમાં લોકો વધુને વધુ લોકો બેસવા માટે આવે તે રીતે હવે કાયાપલટ કરવામાં આવશે. આવનારા ટૂંક સમયમાંજ આ બાગની રીનોવેશન માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال