No results found

    આણંદના રાસનોલ ગામે ઝાડ ઉપર લટકતો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ આરંભી | A dead body was found hanging from a tree in Anand's Rasnol village, police started an investigation | Times Of Ahmedabad

    આણંદ33 મિનિટ પહેલા

    • કૉપી લિંક
    પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

    પ્રતિકાત્મક તસવીર

    આણંદ તાલુકાના રાસનોલ ગામમાં આવેલી દૂધની ડેરી પાછળ તળાવની પાળ ઉપર આવેલા બાવળના ઝાડ ઉપર યુવકનો લટકતો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી છે. આ અંગે ખંભોળજ પોલીસે હાલ તો અપમૃત્યુ નોધ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

    પ્રાપ્ત માહિતી મુજબ આણંદ તાલુકાના રાસનોલ ગામમાં આવેલી ઇન્દિરા નગરમાં રહેતાં 19 વર્ષીય ચિરાગ ચંદુભાઈ રામાભાઈ નાયક નામના યુવકે તા.13 મે 2023ના રાત્રિના સમયે ગામની ડેરીની પાછળ તળાવની પાળ ઉપર આવેલા બાવળના ઝાડ ઉપર દોરડા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું જોવા મળ્યું હતું. સવારના સમયે ત્યાંથી પસાર થતાં ગ્રામજનોએ ચિરાગ નાયકનો મૃતદેહ બાવળના ઝાડ ઉપર લટકતો જોતા મળતા ચકચાર મચી હતી.

    ગામના ઝાડ ઉપર લટકતી લાશ જોઈને ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી હતી. આ અંગે એકઠા થયેલા લોકોએ ખંભોળજ પોલીસ અને મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ચિરાગ નાયકનો મૃતદેહ બાવળના ઝાડ ઉપરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ અંગે હીરાબેન ચંદુભાઈ નાયકે ખંભોળજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અપમૃત્યુ નોંધ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال