વડોદરામાં વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લેનાર કર્જદાર ચેતન વાળંદનું ટૂંકી સારવાર દરમિયાન મોત | Debtor Chetan Baland, who swallowed poisoned medicine due to the harassment of usurers in Vadodara, died during the short treatment. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Debtor Chetan Baland, Who Swallowed Poisoned Medicine Due To The Harassment Of Usurers In Vadodara, Died During The Short Treatment.

વડોદરા36 મિનિટ પહેલા

  • કૉપી લિંક
વ્યાજખોરોના ત્રાસથી ઝેેરી દવા ગટગટાવી લેનાર ચેતનભાઇ વાળંદનું મોત - Divya Bhaskar

વ્યાજખોરોના ત્રાસથી ઝેેરી દવા ગટગટાવી લેનાર ચેતનભાઇ વાળંદનું મોત

વ્યાજખોરોના ત્રાસથી એક સપ્તાહ પૂર્વે વ્યાજખોરો નામ સાથેની સુશ્યાઇટ નોટ લખી ઝેરી દવા ગટગટાવી લેનાર શહેરના ગોત્રી વિસ્તારના રહેવાસી ચેતનભાઇ વાળંદનું ગોત્રી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ગોત્રી પોલીસે વ્યાજખોરો સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પિતાનું મોત નીપજતાં પુત્રએ વ્યાજખોર ભરવાડ ત્રિપુટીની ધરપકડ કરી કડકમાં કડક કાર્યવાહી કરવા અને સજા આપવા માંગણી કરી છે.

વ્યાજખોરો સામે ચિઠ્ઠી લખી હતી
આ બનાવની વિગત એવી છે કે, એક સપ્તાહ પૂર્વે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગર-1માં રહેતા ચેતનભાઇ વાળંદે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી. આપઘાતનો પ્રયાસ કરતા પહેલા લખેલી સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેઓએ વ્યાજખોરો સાજન ભરવાડ, વિઠ્ઠલ ભરવાડ અને સુરેશ ભરવાડને મૂડી કરતા વધુ વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં મરવા માટે મજબૂર કરતા હોવાની વાત લખી હતી.

ગોત્રી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી

ગોત્રી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી

હું દવા પીને મરું છું
ઉલ્લેખનિય છે કે, આપઘાતના પ્રયાસ પહેલા ચેતનભાઇએ લખેલી સુસાઇડ નોટમાં તેમણે જણાવ્યું છે કે, મને મરવા માટે મજબૂર કરનાર સાજન ભરવાડ, સુરેશ ભરવાડ અને વિઠ્ઠલ ભરવાડ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં પૈસા દબાવી અને પોલીસ પાસે ફોન કરાવીને તમારી અરજીનો જવાબ આપવા આવો છો. મારી અરજી પાર્વતીબેન પેલા આયા હતા. મારા મકાનના કાગળ તેની પાસે છે. મેં 26 એપ્રિલે સાજન ભરવાડ સામે ગોત્રીમાં અરજી આપી છે. આ લોકો મને મરવા માટે મજબૂર કરે છે, હું દવા પીને મરુ છું.

પરિવારનું હૈયાફાટ રૂદન
ચેતનભાઇ વાળંદે સુશ્યાઇટ નોટ લખ્યા બાદ ઝેરી દવા ગટગટાવી લેતા પરિવારજનો તેઓને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યા હતા. ગોત્રી હોસ્પિટલમાં છ દિવસની ઘનિષ્ઠ સારવાર દરમિયાન આજે તેમનું મોત નીપજ્યું હતું. વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લઇ આપઘાત કરી લેનાર ચેતનભાઇ વાળંદનું મોત નીપજતાં ચકચાર મચી ગઇ છે. ચેતનભાઇનું મોત નીપજતાં પરિવારજનોના હૈયાફાટ રુદને સન્નાટો પાથરી દીધો હતો.

મારા પપ્પાને દબાણ કરીને હેરાન કરતા હતા
વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લેનાર ચેતનભાઇના પુત્ર વિશાલ વાળંદે જણાવ્યું હતું કે, 2018માં મારા પિતા ચેતનભાઇએ સાજન ભરવાડ પાસેથી 3.90 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને 10 ટકા વ્યાજ સાથે મારા પિતાએ રૂપિયા પરત કરી દીધા હતા. તેમ છતાં મારા પપ્પા દબાણ કરીને હેરાન કરે છે. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાંથી અવારનવાર ફોન આવે છે કે, તમે આવી જાઓ, તમે નહીં આવો તો ગુનો દાખલ થશે. તમારા આટલા રૂપિયા બાકી છે. આ રીતે અવારનવાર ફોન કરીને ધાકધમકી આપતા હતા.

9 લાખ ચુકવ્યા છતાં વઘુ રૂપિયા માંગે છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મેં મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી, પોલીસ કમિશનર, એલસીબી અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. મારા પપ્પાએ 3.90 લાખ રૂપિયા લીધા હતા, જેની સામે 9 લાખ રૂપિયા ચુકવી દીધા છે. તમામ રૂપિયા ચુકવી દીધા છે. તેમ છતાં આ લોકો વધારે રૂપિયાની માંગણી કરીને મારા પિતાને દમદાટી આપતા હતા. વડોદરામાં નહીં રહેવા દઇએ, ટાંટીયા ભાંગી નાખીશું, એવી ધમકીઓ આપીને હેરાનગતિ કરતા હતા.

ત્રણે આરોપી ફરાર
વ્યાજખોરો દ્વારા આપવામાં આવી રહેલા ત્રાસથી ત્રસ્ત થઇ પિતાએ કપાસમાં છાંટવાની દવા ગટગટાવી લીધી હતી. આજે છ દિવસની ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મારા મોત માટે વ્યાજખોર સાજન ભરવાડ, સુરેશ ભરવાડ અને વિઠ્ઠલ ભરવાડ છે. હાલ ત્રણે ફરાર છે. તેઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેઓની કડકમાંકડક સજા થતાય તેવી મારી માંગ છે.

ગોત્રી પોલીસ દ્વારા કાર્યવાહી
કપાસમાં નાખવાની દવા પીને આપઘાતનો પ્રયાસ કરનાર ચેતન વાળંદનું આજે ગોત્રી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતાં ગોત્રી પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. અને લાશનો કબજો લઇ પોષ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. બીજી બાજુ પોલીસે ચેતનભાઇ વાળંદને આપઘાત કરવા માટે મજબૂર કરનાર વ્યાજખોરોને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

أحدث أقدم