કરમસદમાં આશરો ગુમાવનારને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માંગ, ત્રણ પેઢીથી કાયમી માલિકી હક્કે વસવાટ કરતાં રહિશોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું | Demanding alternative arrangements for those who lost their shelter in Karamsad, the residents who have been living with permanent ownership rights for three generations submitted an application to the collector. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Demanding Alternative Arrangements For Those Who Lost Their Shelter In Karamsad, The Residents Who Have Been Living With Permanent Ownership Rights For Three Generations Submitted An Application To The Collector.

આણંદએક કલાક પહેલા

  • કૉપી લિંક

કરમસદ નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશમાં જનતા ચોકડી નજીક કેટલાક મકાનો તોડી આપવામાં આવ્યાં હતાં. આ રહિશોએ આશરો ગુમાવતા તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા કલેક્ટર સમક્ષ માગણી કરવામાં આવી છે.

કરમસદમાં દબાણ હટાવ ઝુંબેશમાં મકાન ગુનાવનારા રહિશોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, કરમસદ નગરપાલિકા હદમાં જનતા ચોકડી પાસે આવેલી જગ્યામાં ત્રણ પેઢીથી કાયમી માલીકી હક્કે વસવાટ કરતા આવેલા પરિવારોના મકાનો 11મી એપ્રિલ,23ના રોજ પાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યાં હતાં. આથી, રહેણાંક મકાનોને તોડવામાં આવેલા તે સમયે રહિશોને કિંમતી માલ – સામાન પણ બહાર કાઢવા દીધાં નહતાં. જેથી ઘરવખરીને મોટું નુકશાન થયું હતું. આમ, ઘર વિહોણા થવા ઉપરાંત માલ – મિલકતને પણ ભારે નુકશાન થયું હતું. તેનું વળતર પણ સરકાર દ્વારા ચુકવી આપવામાં આવે છે. આ ઉપરાંત તમામ રહેવાસીઓને આ સ્થળેથી સરકાર દ્વારા અન્ય ઔપચારીક માલીકીની જગ્યા એટલે કે રહેણાંકની જગ્યા ફાળવવામાં ન આવે ત્યાં સુધી આ જગ્યાએથી કાયમી હટાવવામાં ન આવે તેમજ સરકાર દ્વારા રેઇન બસેરા જેવી સગવડ કરી આપે તેવી પણ માગણી કરી હતી. આ ઉપરાંત આ જગ્યાએ કાયમ અસામાજીક તત્વો જગ્યાએથી હટી જવા ધાક -ધમકીઓ આપી રહ્યા છે. તે બાબતે પણ પગલાં ભરવા માગણી કરી હતી. આ માગણીઓ નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસ કરીશું તેવી ચિમકી ઉચ્ચારી હતી.

આ આવેદનપત્ર આપતા સમયે હિન્દુ સમાજના અગ્રણી પિંકલ ભાટીયા, વિજયરાજસિંહ પરમાર, કક્કુભા ગોહિલ વિગેરે હાજર રહ્યાં હતાં.

أحدث أقدم