પોલીસ ભવનમાં વાતાનુકુલિત ડે-કેર સેન્ટર કાર્યરત, DG ઓફિસમાં નાના બાળકોની કિલકીલિયારી ગુંજશે | Air-conditioned day-care center functioning in Police Bhawan, chirping of small children in DG office | Times Of Ahmedabad

અમદાવાદ32 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ફરીથી એક વખત લાગણીસભર નિર્ણય લીધો છે. અગાઉની તમામ પોલીસ એકેડેમીમાં ટ્રેનિંગ માટે આવેલી મહિલાઓ એના બાળકો સાથે એકેડેમીમાં રહી શકે તે માટે અલગ વ્યવસ્થા કરવામાં હતી ત્યારે હવે DGP ઓફિસ જ્યાંથી આખા રાજ્યનું સંચાલન થાય છે ત્યાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, પોલીસમાં કામ કરતી મહિલા કર્મચારીઓ નોકરીની સાથે પરિવારની જવાબદારી પણ સંભાળતી હોય છે એટલે કે ફરજ દરમિયાન પણ તેમને પોતાના બાળકોની ચિંતા સતત સતાવતી હોય છે ત્યારે હવે પોલીસ ભવનમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓને તેમના બાળકોને સાચવવાની જવાબદારીઓમાંથી થોડેક અંશે રાહત મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

મહિલા કર્મચારીઓને મદદે પોલીસ
બાળકો માટે એક એર કન્ડિશન રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં બાળકોના ઘોડિયા અને બે મહિલાઓ હાજર રહેશે અને બાળકોને સમયસર નાસ્તો અન્ય વ્યવસ્થા થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય કિચન બનાવવામાં આવ્યું છે કે, જ્યાં રુટિન મેનુ પ્રમાણે નાસ્તો બને છે અને નાના બાળકો માટે દૂધની વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલા કર્મચારીઓ જ્યારે છૂટે છે ત્યારે તેમના બાળકોને સાથે લઈ જાય છે. પોલીસ તરફથી મહિલા કર્મચારીઓને મદદ થાય તે માટેનો આ મહત્વનો પ્રયાસ છે.

છ મહિનાથી લઇને છ વર્ષ સુધીના બાળકો માટે ડે-કેર સેન્ટર
રાજ્યના પોલીસવડા તરીકે વિકાસ સહાયે ચાર્જ સંભાળ્યો કે, તરતજ પોલીસના પ્રશ્નોને પ્રધાન્ય આપીને તેના નિરાકરણ માટેની કામગીરી શરૂ કરી દીધી. તેમના ધ્યાનમાં આવ્યું કે, ઘણા પોલીસકર્મીઓ એવા છે કે, તેઓ પતિ-પત્ની બન્ને નોકરી કરે છે. તેમના નાના બાળકોને પડોશી, અન્ય સ્વજનના ભરોસે કે પછી ડે-કેરમાં રાખવા પડતા હોય છે. આ સમસ્યાને ધ્યાને લઈને તેમણે તરત જ પોલીસ ભવનમાં જ એક ‘ડે-કેર સેન્ટર’ કાર્યરત કરાવી દીધું. જ્યાં બાળકો માટેના રમકડાં. થોડી રાઇડ્સ, ઘોડીયા અને તેમની ખાણીપીણીની વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી. અહીં છ મહિનાથી લઇને છ વર્ષ સુધીના બાળકોને રાખવાની તમામ વ્યવસ્થા કરી દેવાઇ. હાલ આવા નવ બાળકો ત્યાં છે. તેમની તકેદારી માટે મયુરીબેન અને અલકાબેન નામની બે મહિલાઓની ભરતી કરવામાં આવી છે. આ બહેનો બાળકોની દેખરેખ રાખવાની સાથે તેમના માટે ખાણીપીણીની પણ વ્યવસ્થા કરી દે છે. આખા અઠવાડિયામાં બાળકોને શું આપવામાં આવશે? તેનું લિસ્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે.

મહિલાઓ પરિવાર અને ડ્યુટીને બેલેન્સ કરી શકે
પોલીસ ભવનમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ જ્યારે એના બાળકને મૂકીને જાય છે ત્યારે તેને સંભાળવાની જવાબદારી અહીંયા હાજર બે મહિલા કર્મચારીઓની હોય છે જે પોતાના બાળકોની જેમ પોલીસ કર્મચારીઓના બાળકોને સાચવે છે. રૂમની અંદર રમકડા અને બાળકોને ગમે તેવા ચિત્રો દોરેલા છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતી મહિલાઓ પરિવાર અને ડ્યુટીને બેલેન્સ કરી શકે તે માટે તેમને મદદ થઈ શકે તેવો એક પ્રયાસ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.

પોલીસવડાનો મહત્વનો નિર્ણય
વિકાસ એ જ્યારે પોલીસ ટ્રેનિંગના વડા હતા ત્યારે તેમણે રાજ્યની તમામ ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ પોતાના બાળકોને ટ્રેનિંગમાં રાખી શકે અથવા તેમના પરિવારજનો રહી શકે તે માટેની વ્યવસ્થા કરી હતી અને તે જ હવે પોલીસ ભવનમાં થઈ છે. પોલીસ ભવનમાં દિવસ રાત પોલીસની કદમતાલ વચ્ચે નાના બાળકોની કિલકીલિયારી ગુંજે છે . પોલીસ વડાના આ મહત્વના અભિગમને ખૂબ જ આવકારવામાં આવી રહ્યો છે.

أحدث أقدم